રાજકોટના રેલનગર વિસ્તારમાં રામેશ્ર્વર પાર્ક ખાતે આવેલા કોમન પ્લોટ પર બનાવવામાં આવેલું મહાદેવનું મંદિર આજરોજ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું. વિસ્તારના રહેવાસીઓ દ્વારા વોર્ડ નં. 3ના તમામ કોર્પોરેટરને જાણ કરતાં તમામના મોબાઈલ સ્વીચ ઓફ આવતા લોકોમાં રોષ છવાયો હતો.
સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરાતાં મહિલા પોલીસે દરમિયાનગીરી કરવી પડી.
- Advertisement -
ભાજપના 4 કોર્પોરેટર વિસ્તારમાં ચૂંટાયેલા હોવા છતાં વિસ્તારના આસ્થાનું કેન્દ્ર મહાદેવ મંદિર તોડી પાડવામાં આવતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેમજ વિસ્તારમાં કોર્પોરેટર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
હિન્દુ ધર્મ પર જ હંમેશા આવી રીતે જોહુકમી દ્વારા આવી ધર્મહિન કાર્યવાહી કરવામાં આવે છે તેવો સૂર વિસ્તારવાસીઓનો હતો.