ઘેડ પંથકમાં તારાજીથી ખેડૂતોમાં રોષ સાથે કાલકેટરને આવેદન
સુઓમોટો દાખલ કરી સર્વે કરવાની માંગ કોંગ્રેસ કિસાન સેલ
રાજ્ય સરકાર ઘેડ પંથક માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે પુરના લીધે ઘેડ વિસ્તારના 25 ગામોની હજારો વીઘા જમીનનું ધોવાણ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગઈકાલ કોંગ્રેસ કિશાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા ઘેડ વિસ્તારના ગામોની મુલાકત લીધી હતી અને સમગ્ર ઘેડ પંથકનો ચિતાર મેળવ્યો હતો જેમાં ઓઝત નદીનો પાળો તૂટવાની સાથે 16 ઇંચ વરસાદથી અનેક ગામોમાં પાણી ઘુસી જતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં હજારો વીઘા જમીનને નુકશાની જોવા મળી હતી તેની સાથે ગ્રામ્ય રસ્તાઓનું પણ ધોવાણ થયું છે અને વાવણી કરેલ પાક પણ ધોવાઈ ગયો હતો ત્યારે ખેડૂતોને ભારે નુકશાન થતા 25 ગામોના ધરતી પુત્રો એકત્ર થઇને કલેકટરને આવેદન પત્ર આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતને સહાય પેકેજ આપવાની માંગ કરી હતી.
ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદમાં જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકને બોટમાં ફેરવી નાખ્યુ છે. ઓઝત નદીમાં પૂર આવતા આ પાણી ઘેડના 25 થી 30 ગામોમાં ફરી વળતા આશરે 1000 વિઘા જેટલી જમીનનું ધોવાણ થતા આ ગામના ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી કલેકટર સમક્ષ પોતાની આપવિતી જણાવી આક્રોષ ઠાલવ્યો હતો.
તેમજ આગામી દિવસોમાં આ વિસ્તારોનો સર્વે કરવામાં આવે જેના માટે કલેકટર અને ડીડીઓ સુઓમોટો મારફતે અહેવાલ સરકરને મોકલે અને રાજ્ય સરકાર આ અસરગ્રસ્ત વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસે આપેલા આવેદનમાં જણાવ્યુ હતુ કે, ચોમાસા પહેલા વરસાદમાં જ ઓઝત નદીના પૂર અને ઘેડ પંથકના કોયલાણા, મટીયાણા, આંબલીયા, બાલાગામ, બામણાસા સહિતના ગામોમાં તારાજી સર્જી છે. વરસાદી પાણી ઘુસી જતાગામ બેટમાં બની ગયા છે. તેમ છતા તંત્ર કે સરકારના પ્રતિનિધિ અત્યાર સુધી ડોકાયુ પણ નથી.
છેલ્લા ર0 વર્ષથી દર વર્ષે બનતી આ ઘટના હોવા છતા દર વર્ષે વરસાદ પહેલા પ્રિમોનસુનની નદી, નાળા, પુલોમાંથી ઝાડી-ઝાખરા દૂર કરવા તમેજ ડેમ, ચેક ડેમોમાંથી માટી-કાપ દૂર કરવાની કામગીરી માત્ર કાગળ પર થતી હોવાનું પૂરવાર થવા પામ્યુ છે. દર વર્ષે સર્જાતી તારાજીથી બચવા માટે અને ખેડૂતોને થયેલ નુકશાનીના સર્વે માટે કલેકટર અને ડીડીઓ દ્વારા સુઓમોટા મારફતે સરકારને અહેવાલ મોકલવામાં આવે જેથી કરીને રાજ્ય સરકારઆ અસરગ્રસ્ત વિસ્તાર માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરે તેવી ઉગ્ર માંગ કરી છે.
- Advertisement -
ઓઝત અને ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી ભળતા અનેક ગામોના ખેતી પાકને નુક્સાન
જૂનાગઢ ઉબેણ નદીમાં કારખાનાના ગંદા પાણીનો બેરોકટોક નિકાલ કરવામાં આવે છે જે કેમિલક યુક્ત પાણી ઓઝત નદીમાં ભળતા ઓઝત નદીના પાણીને પણ પ્રદૂષીત કરે છે જે પાણી આ અસરગ્રસ્ત વિસ્તારોના ખેતરોમાં ફરી વળતા ઉભા પાકમાં ભારે નુકશાન થવા પામ્યુ છે. મગફળીમાં સુકારો આવતા પાક બળી જતા જગતના તાતને મોઢે આવેલ કોળીયો છીનવાયો છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓના લીધે ખેડૂતોનો ભોગ લેવાય છે જેથી નદીને પ્રદૂષિત થતી બંધ કરવા માંગ કરી છે.