ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.1
આજથી અમલમાં આવેલા આ નવા ત્રણ કાયદા દેશમાં ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવશે. આ સાથે દેશ જયારે વિજ્ઞાન અને ટેક્નોલોજીની સાથે ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે ત્યારે ગોંડલ ટાઉનહોલ ખાતે યોજાયેલ ત્રણ નવા કાયદા અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોંડલ શહેરની કે.બી. બેરા, વિદ્યામંદિર, એશિયાટિક કોલેજ, મોંઘીબા સ્કૂલ, ઑરો સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ડિવિઝન ઉઢજઙ કે.જી.ઝાલા, ઙઈં એ.સી.ડામોર, તાલુકા ઙજઈં જે.એમ.ઝાલાએ આજથી અમલમાં આવતા ત્રણ નવા કાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
- Advertisement -
આ તકે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, જયંતીભાઈ સાટોડીયા, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ, જયભાઈ માધડ, નલિનભાઈ જડિયા, કિશોરભાઈ ધડુક, જયદીપભાઈ પરડવા સહિત પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિસેમ્બર 2023માં 3 નવા બીલ સાંસદમાં પસાર કરવામાં આવ્યા હતા જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા આજથી આ ત્રણેય નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. ભારત સરકારે પસાર કરેલા આ 3 કાયદામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા, અને ભારતીય પુરાવા અધિનિયમનો સમાવેશ થાય છે. ગુનાખોરી સાથે સંકળાયેલા 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 આજથી લાગુ થઇ રહ્યા છે. ઈન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યા આ ત્રણેય નવા કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે.
– હત્યાના ગુનામાં 302 નહિ 103(એ) કલમ લાગશે
– હત્યાની કોશિશના ગુનામાં 307 નહિ 109 કલમ લાગશે
– છેતરપિંડીના ગુનામાં 420 નહિ 318(4) કલમ લાગશે
– છેડતીના ગુનામાં 354 નહિ 74 કલમ લાગશે
– દુષ્કર્મના ગુનામાં 376 નહિ 63 કલમ લાગશે
– ગુનાહિત કાવતરું ગુનામાં 120(બી) નહિ 61 કલમ લાગશે
– શારીરિક-માનસિક ત્રાસ ગુનામાં 498(ક) નહિ 85 કલમ લાગશે
– મારામારી ગુનામાં 323 નહિ 115 કલમ લાગશે
– ગાળો આપવા ગુનામાં 504 નહિ 352 કલમ લાગશે
– ચોરીના ગુનામાં 379 નહિ 303(2) કલમ લાગશે
– પ્રાણઘાતક અકસ્માત ગુનામાં 304(એ) નહિ 106(1) કલમ લાગશે
– ગેરકાયદેસર ભેગા થવા ગુનામાં 144 નહિ 187 કલમ લાગશે.