ICSI રાજકોટ ચેપ્ટરના પદાધિકારીઓ ખાસ-ખબરની શુભેચ્છા મુલાકાતે
ખાસ-ખબરની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ ચેપ્ટર ચેરમેન સી.એસ. હાર્દિક બોરડ, વાઈસ ચેરમેન સી.એસ. વૈભવ કક્કડ, પાસ્ટ ચેરમેન સી.એસ. નીખીલ ગજ્જર, સી.એસ. હિમાંશુ તોગડિયા
ભારતમાં ICSIના 72 ચેપ્ટર ઓફીસના સન્માનમાં રાજકોટ ચેપ્ટર દ્વારા 72 સ્કુલ- કોલેજોમાં કેરિયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન.
ખાસ-ખબર સંવાદદાતા
તા. 7-1-2022ના રોજ ધી ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા રાજકોટ ચેપ્ટર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સી.એસ. કોર્ષ વિશે મેગા કરિયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આઈ.સી.એસ.આઈ. રાજકોટ ચેપ્ટર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 72 અલગ-અલગ સ્કુલ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓને કંપની સેક્રેટરી કોર્ષમાં જોડવા માટેની માહિતી, વિગતવાર વિષયોની સમજણ, કોર્ષનો સમય ગાળો તેમજ વિવિધ પ્રેક્ટિકલ ટ્રેનીંગ વિશેની માહિતી આપવામાં આવશે, સાથે જ સી.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં રહેલી ઉજ્જવળ તકો, સી.એસ.નું કાર્યક્ષેત્ર, મહત્ત્વ અને તેમની જવાબદારીઓ વગેેરે જેવી માહિતીઓ આવરી લેવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ સ્થળો જેવા કે રાજકોટ, મોરબી, જૂનાગઢ, કેશોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગરના અંદાજીત 60 જેટલા અનુભવી કંપની સેક્રેટરીઓ ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમ દ્વારા સંપૂર્ણ માહિતી આપશે. આ સાથે આઈ.સી.એસ.આઈ. રાજકોટ ચેપ્ટરના સંલગ્ન સ્ટડી સેન્ટર જેવા કે કેશોદ સ્ટડી સેન્ટરના સી.એસ. ગુંજન કોટેચા, કચ્છ સ્ટડી સેન્ટરના મોહિત બાબલાણી, જામનગર સ્ટડી સેન્ટરના નીતેશ રામાણી, પોરબંદર સ્ટડી સેન્ટરના રઘુવીરસિંહ જાડેજા, સુરેન્દ્રનગર સ્ટડી સેન્ટરના ડો. દિલીપ વાઝાણી સહયોગી તરીકે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
- Advertisement -
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ચેપ્ટર ચેરમેન સી.એસ. હાર્દિક બોરડ, વાઈસ ચેરમેન સી.એસ. વૈભવ કક્કડ, પાસ્ટ ચેરમેન સી.એસ. નીખીલ ગજ્જર, સી.એસ. હિમાંશુ તોગડિયા, સી.એસ. જલ્પા દોશી, ચેપ્ટર ઈન્ચાર્જ ચંદ્રનાથ કુંડુ, અખિલ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ વધુમાં વધુ માહિતગાર થાય અને વિદ્યાર્થીઓ સી.એસ. કોર્ષમાં જોડાઈ ઉજળું ભવિષ્ય બનાવે તેવી અપીલ આઈ.સી.એસ.આઈ. રાજકોટ ચેપ્ટર ચેરમેન સી.એસ. હાર્દિક બોરડ (મો. 9033660045)એ કરી છે.