સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમજ દમણ – દિવ અને લક્ષદ્વીપ નાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ દિવ જિલ્લા પંચાયત વિસ્તારમાં 15મી સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2023 અંતર્ગત વેલનેસ સેન્ટર વણાકબારા ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે પંચાયત સફાઈ કર્મચારી મિત્રોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. દિવ જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ બામણીયા, પંચાયત મંત્રી જેસી વાળા સાહેબ તેમજ પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
દિવની ગ્રામ પંચાયતના વણાકબારા ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન

Follow US
Find US on Social Medias