આપણે આપણા જીવન દરમિયાન કેટલા બધા લોકોના સહવાસમાં આવીએ છીએ? પરિવારજનો, સગાંવહાલાંઓ, મિત્રો તથા નોકરી કે વ્યવસાયને કારણે આપણા સંપર્કમાં આવતા લોકો. આ બધાને આપણે ’ઝફસયક્ષ રજ્ઞિ ૠફિક્ષયિંમ’ લઈ લઈએ છીએ, અર્થાત આપણે એ લોકોને બહુ હળવાશથી લઈ લઈએ છીએ. એમાંના ઘણાબધા લોકોએ આપણી ઉપર અસંખ્ય નાના કે મોટા ઉપકારો કર્યા હોય છે, આપણાં રોજિંદાં કાર્યો કરી આપ્યાં હોય છે, માનસિક, સામાજિક અથવા આપત્તિના સમયમાં આપણને મદદ અથવા હૂંફ આપી હોય છે. આ બધાંનું આપણે યોગ્ય મૂલ્યાંકન કરતા નથી હોતા. એ તો મારો મિત્ર છે, માટે આવું કરે જ ને, એમાં શી ધાડ મારી? આ તો મારો ભાઈ છે, એ મારા માટે આટલું ઘસાય એમાં શું થઈ ગયું? જીવનભર આપણે આવું કરતા રહીએ છીએ.
આજે સવારે મને વિચાર આવ્યો કે રોજ આવી એક-એક વ્યક્તિને યાદ કરીને એણે આપણી પ્રત્યે દાખવેલા સારા વર્તનની પ્રશંસા કરીએ તો કેવું? ’યૂધશ્ર્ન્રૂ યિઊૃં઼પ્ર।’
મને જે સૌથી પહેલી વ્યક્તિ યાદ આવી એ મારા જીવનમાં મિત્રના સ્વરૂપે આવેલી છે. મેં એને તરત જ ફોન કર્યો અને કહ્યું કે મારે તમને કંઇક કહેવું છે. મને એક મિનિટ બોલવા દેજો, વચ્ચે જરા પણ વિક્ષેપ ન પાડશો. એ મિત્ર કદાચ વિચારમાં પડી ગયા હશે, કદાચ ડરી પણ ગયા હશે કે હું એને શું કહીશ, પણ એમણે ચૂપ રહેવાનું સ્વીકાર્યું.
એ પછી મેં બોલવાનું શરૂ કર્યું. હું એક મિનિટની બદલે સતત બે મિનિટ, પાંચ મિનિટ, સાત મિનિટ, દસ મિનિટ લગાતાર બોલતો રહ્યો. મારા માટે કરેલાં એમણે નાનાં-નાનાં કાર્યોની યાદી મેં એમની સમક્ષ રજૂ કરી દીધી. અંતમાં કહ્યું કે તમે મારા જીવનમાં ન આવ્યા હોત તો આ બધું કોણ કરત? તમારી મૈત્રીથી હું સમૃદ્ધ થયો છું. ’ઢજ્ઞી ફયિ ફ ૂજ્ઞક્ષમયરિીહ ાયતિજ્ઞક્ષ.’ બસ આટલું કહેવા માટે જ મેં તમને ફોન કર્યો છે.
એ વ્યક્તિ કદાચ ગદગદ થઈ ઊઠી હશે, એટલે જવાબ ન આપી શકાયો. માત્ર એમના મુખમાંથી આ એક જ વાક્ય નીકળી ગયું, “શરદભાઈ, તમે આજે મારો દિવસ સુધારી આપ્યો છે. આ જમાનામાં આવું કોણ કહે છે?”
આપણને મદદગાર થનાર કોઈ પણ સ્વજનનાં વખાણ બીજા આગળ તો કરવા જ, પણ એની પોતાની સમક્ષ પણ કરવા જ જોઈએ, એવું હું માનવા લાગ્યો છું. આવું પવિત્ર કાર્ય હું કરતો જ રહીશ. જો મનુષ્યોનો આભાર માનતા શીખીશું તો જ પરમાત્માનો આભાર પણ માની શકીશું.