– મહિલા ધારાસભ્યની સંખ્યા ઘણી ઓછી, અત્યાર સુધીમાં 111 મહિલા જ પહોંચી શકી વિધાનસભા
– વર્ષ 1985, 2017, 2012માં વધુમાં વધુ 16 મહિલા ધારાસભ્યો, વર્ષ 1972માં ફક્ત એક જ
- Advertisement -
રાજનીતિના ક્ષેત્રમાં ગુજરાતનું નામ મોખરે રહ્યું છે. જ્યાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, વડાપ્રધાન મોરારજી દેસાઇ, દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલથી લઇને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ જેવા મજબૂત નેતાઓ મળ્યા છે. પરંતુ જો વાત રાજનીતિમાં મહિલા સશક્તિકરણની કરવામાં આવે તો ગુજરાતમાં મહિલાઓ પાછળ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવવામાં આવી શકે કે ગુજરાતના 60 વર્ષની ચુંટણીના સમયગાળામાં અડધી વસ્તીની ગુજરાતની વિધાનસભાની ભાગીદારીના 10 ટકાના આંકડા સુધી પહોંચી નથી. વર્ષ 1960માં ગુજરાત રાજ્ય બન્યા પછી વર્ષ 1962માં થયેલી પહેલી ચુંટણીમાં ગુજરાતમાં 154 સીટ હતી. તે સમયે 11 મહિલાઓ વિધાનસભામાં પહોંચી હતી. આજે પણ આ સંખ્યા 10 ટકાના આંકડા સુધી પહોંચી શકી નથી. વર્ષ 1962થઈ લઇને અત્યાર સુધી 13 વખત વિધાનસભા માટે ચંટણી થઇ છે જેમાં ફક્ત 111 મહિલાઓ જ વિધાનસભા પહોંચી શકી છે. જયારે 2196 પુરૂષો ધારાસભ્યો બન્યા છે. 13 વખતની ચુંટણીમાં કુલ 2307 ધારાસભ્યો બન્યા છે. અત્યાર સુધીની ચુંટણીના ઇતિહાસમાં ફક્ત ત્રણ વખતે એવો અવસર આવ્યો છે કે, જયારે મહિલા ધારાસભ્યોની સંખ્યા 9 ટાકની આસપાસ પહોંચી હોય. વર્ષ 1985, 2007 અને 2012ની વિધાનસભા ચુંટણીમાં 16-16 મહિલા ધારાસભ્યો ચુંટાઇ આવી હતી. વર્ષ 2017ની ચુંટણીમાં તેની સંખ્યા ઘટીને 13 થઇ ગઇ હતી. જે લગભગ 7.14 ટકા જેટલી હતી.
વર્ષ 1962માં 19 અને વર્ષ 2017માં 120 મહિલાઓ ચુંટણી લડી હતી
વર્ષ 1962ની પહેલી ચુંટણીમાં 19 મહિલાઓ ચુંટણી લડી હતી. જેમાંથી 11 મહિલાઓ જીતવામાં સફળ રહી હતી. જો કે, ત્યાર પછી વર્ષ 1962ની ચુંટણીમાં સીટની સંખ્યા 154થી વધીને 168 થઇ હતી, પરંતુ 8 મહિલાઓ જ વિધાનસભા પહોંચી શકી હતી. 14 મહિલાઓ લડી હતી. વર્ષ 1972ની ચુંટણીમાં આ આંકડાઓ ફક્ત એક જ રહી ગયા, જયારે 21 મહિલાઓ ચુંટણના મેદાનમાં ઉતરી હતી. વર્ષ 1975માં ફરી વાર વિધાનસભાની સીટમાં વધારો થયો અને સીટ 181 થઇ ગઇ, પરંતુ મહિલા ધારાસભ્યોની સંખ્યા વધી શકી નહીં. ચુંટણીમાં 14 મહિલાઓ મેદાનમાં હતી, કેવળ 3 જીતી શકી હતી. વર્ષ 1980માં ફરી સીટની સંખ્યા વધીને 181થી વધીને 182 થઇ ગઇ. વિધાનસભાની ચુંટણીમાં 182 સભ્યોમાંથી 24માં 5, વર્ષ 1990માં 53માંથી 4, વર્ષ 1995માં 94માંથી ફક્ત 2 મહિલાઓ જ ચુંટણી જીતીને વિધાનસભા પહોંચી હતી. વર્ષ 1998માં ચુંટણી લડનાર 49 મહિલાઓમાંથી 4 જીતી હતી. વર્ષ 2002માં 37 મહિલાઓમાંથી 12 મહિલાઓ જીતી હતી. વર્ષ 2007 અને 2012ની ચુંટણીમાં એક વાર ફરી 16-16 મહિલાઓ ચુંટાઇને વિધાનસભઆ પહોંચી હતી. વર્ષ 2017માં 88 જયારે વર્ષ 2012માં 97 મહિલાઓ ચુંટણી મેદાનમાં હતી. વર્ષ 2017ની ચુંટણીમાં 120 મહિલા ઉમેદવારોએ ચુંટણી લડી હતી, જેમાંથી 13ને સઠફળતા મળી હતી.
ગુજરાતને વર્ષ 2014માં મળ્યા પહેલા મહિલા મુખ્યમંત્રી
ગુજરાતના આનંદીબેન પટેલના રૂપમાં વર્ષ 2014માં પહેલા મહિલા મુખ્યમંત્રી મળ્યા. એવું ત્યારે શક્ય બનંયું જ્યારે નરેન્દ્ર મેદીએ વર્ષ 2014ની લોકસભાની ચંુટણીને જીતીને વડાપ્રધાન બન્યા. જો કે આનંદીબેન તેના કાર્યકાળ પૂરો થયો ત્યાર પહેલા જ રાજીનામું આપી દિધું. આનંદી બેન 22 મે, 2014થઈ 7 ઓગસ્ટ, 2016 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. જો કે હાલ તેઓ 29 જુલાઇ, 2019થી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે.
- Advertisement -
ગુજરાતને વર્ષ 2021માં મળ્યા પહેલા મહિલા સ્પીકર
ગુજરાતને એક વર્ષ પહેલા જ 2021માં નીમાબેન આચાર્યના રૂપમાં પહેલા વિધાનસભા અધ્યક્ષ મળ્યા. 27 સપ્ટેમ્બર, 2021ના તેઓ સ્પીકર રહી ચુક્યા છે.
ચુંટણી વર્ષ – મહિલા વિધાયકની સંખ્યા
1962-11
1967-8
1972-1
1975-3
1980-5
1985-16
1990-4
1995-2
1998-4
2002-12
2007-16
2012-16
2017-13