– વિરોધ કરી રહેલા 6 કુસ્તીબાજોને મોટી રાહત
ખાસ-ખબર સંવાદદાતા
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવીને ધરણા કરનારા 6 કુસ્તીબાજોને મોટી રાહત આપવામાં આવી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની એડહોક પેનલે આગામી એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની પસંદગી પ્રક્રિયાને એક જ મેચમાં ઘટાડી દીધી છે. આ બંને ઈવેન્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે આ કુસ્તીબાજોએ ટ્રાયલના વિજેતાઓને જ હરાવવાની જરૂર રહેશે.
- Advertisement -
વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, સંગીતા ફોગાટ, સત્યવ્રત કડિયાન અને જીતેન્દ્ર ક્ધિહાને છ કુસ્તીબાજોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કુસ્તીબાજો 5 થી 15 ઓગસ્ટ સુધી ટ્રાયલના વિજેતાઓ સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે બજરંગ, વિનેશને ઈજાથી બચવા માટે અગાઉ પણ ટ્રાયલમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ સંગીતા, સત્યવ્રત અને જીતેન્દ્રને આ પહેલા ક્યારેય આવી છૂટ મળી નથી.
એડહોક કમિટીએ 15 જુલાઈ પહેલા એશિયન ગેમ્સ માટે ટ્રાયલ લેવાના છે. પ્રારંભિક ટ્રાયલ કરકે ઈંઘઅને 15 જુલાઈની સમયમર્યાદા સુધીમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઘઈઅ) ને કુસ્તીબાજોના નામ મોકલવાની મંજૂરી આપશે, પરંતુ જો આંદોલનકારી કુસ્તીબાજો પ્રારંભિક ટ્રાયલના વિજેતાઓને હરાવે તો તે પછીથી પ્રવેશ બદલી શકે છે.