ફરીયાદપક્ષના વિશ્ર્વાસપાત્ર પુરાવાથી આરોપી રીબર્ટ કરી શક્યા નહીં. : એડવોકેટ સુરેશ ફળદુ
નિયત સમયમાં આરોપી દંડની રકમ જમા ન કરે તો વધુ 3 મહિનાની સજાનો કોર્ટે હુકમ કર્યો
- Advertisement -
દંડમાંથી 7,35,000 ફરીયાદી અને 20,000 સરકારમાં જમા કરાવવા માટે રાજકોટ કોર્ટનો આરોપીને આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચેક રીટર્ન કેસમાં સજાના ચુકાદાઓમાં સજા, વળતરના અનેક ચુકાદાઓ પ્રતિપાદીત કરવામાં આવ્યા હોય જેમાંથી અલાયદો રૂા.20,000 દંડ સરકારમાં જમા કરાવાનો સમાચીન્હરૂપ ચુકાદો કયારેય ફરમાવવામાં આવ્યો ન હોય તેવી ઘટના રાજકોટની અદાલતમાં ઘટી હોય જેમા ફરીયાદી દિનેશ લીંબાસીયા પાસેથી આરોપી મનોજ ફાંગલીયાએ લીધેલી રકમ રૂા.72,35,000 પરત આપવા ઈસ્યુ કરી આપેલા ચેકનો કેસ ચાલી જતા રાજકોટ કોર્ટે આરોપી મનોજ ફાંગલીયાને એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂા.7,55,000/- દંડ જમા કરાવવા અને દંડની રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ઉપરાંત દંડની જમા કરાવ્યેથી તેમાથી રૂા.7,35,000/- વળતર પેટે ચુકવવા અને બાકીની દંડની રકમ રૂા. 20,000/- સરકારીમાં જમા કરાવવાનો અલાયદો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવતા ચેક રીટર્નના આવા સીમાચીન્હરૂપ ચુકાદાથી ચેક રીટર્ન કેસોના આરોપીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં ન્યુ ગાંધી સોસાયટીમાં સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા ફરીયાદી દિનેશ ધરમશીભાઈ લીંબાસીયાએ ગાંધીગ્રામમાં લાખના બંગ્લાવાળા રોડ ઉપર ન્યુ મહાવીરનગરમાં રહેતા આરોપી મનોજ રામજીભાઈ ફાંગલીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી કે ફરીયાદી સિમેન્ટ પ્લાન્ટમાં ભાગીદાર હતા તે ભાગીદારી છુટી થતા તે તથા ખેતીની મુડી સહિત ફરીયાદીના હાથ પર રહેલ રકમ મિત્રતામાં મદદરૂપ થવા આરોપી મનોજ ફાંગલીયાએ માંગણી કરી ટુંક સમયમાં રકમ પરત કરી આપવાનું કહેતા ફરીયાદીએ પોતાના ખાતામાંથી રૂા.7,35,000 આરોપીને આપી હતી જે રકમ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત કરવા આરોપીએ તેની બેંક ખાતાનો ચેક ફરીયાદી જોગ ઈસ્યુ કરી આપી તે ચેક નિયત તારીખે બેંકમાં રજુ કરવાથી ચેક પાસ થઈ જશે પરત ફરશે નહી તેવા આરોપીના શબ્દો પર વિશ્વાસ રાખી ફરીયાદીએ જમા કરાવ્યો જે ચેક અપુરતા નાણાના કારણોસર રીટર્ન થતા, જાણ કરતા, નોટીસ આપવા છતા રકમ પરત નહી કરતા અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરોકત કેસ ચાલી જતા આરોપી તરફે એવી દલીલો કરવામાં આવી કે આરોપીએ ફરીયાદીના પુરાવાનું સચોટ ખંડન કર્યું હોય નિર્દોશ ઠરાવી છોડી મુકવા કરેલી રજૂઆત સામે ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવી કે ફરીયાદીના કાયદેસરના લેણા પેટે ચેક ઈશ્યુ કરી આપ્યો છે, ચેકની કે તે માહેના સહીની તકરાર નથી, ફરીયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવો તથા રજુ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરૂધ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરીયાદીના પુરાવાનું કોગઝન્ટ એવીડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્વાસપાત્ર, ભરોષાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેડર્ક પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નિવડ્યુ છે તેમજ ફરીયાદ પક્ષના પુરાવાનું ખંડન કરી શકી નથી, ફરીયાદપક્ષે જયારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કર્યું હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરીયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવુ જોઈએ વિગેરે મુદાઓ સબંધે લંબાણ પુર્વકની દલીલો કરવામાં આવી. રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરીયાદીનુ કાયદેસરનુ લેણુ પરત કરવા ચેક ઈશ્યુ કરી આપેલની હકીકતને સમર્થન મળે છે ફરીયાદ પક્ષે રજુ કરેલ દસ્તાવેજો સબંધે ઉઠાવેલ તકરાર પુરવાર કરી શકી નથી ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપ્યો હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થઇ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકોની 2કમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી. ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કર્યા છે, તેમજ ચેક આપ્યો નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ 52 લાવવામાં સફળ થયા નથી ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપી મોનજ ફાંગલીયાને એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂા.7,55,000/- દંડ જમા કરાવવા અને દંડની રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ માસની સજા ઉપરાંત દંડની જમા કરાવ્યેથી તેમાથી રૂા.7,35,000/- વળતર પેટે ચુકવવા અને બાકીની દંડની રકમ રૂા.20,000/- સરકારીમાં જમા કરાવવાનો અલાયદો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવતા ચેક રીટર્નના આવા સીમાચીન્હરૂપ ચુકાદો ફ2માવવામાં આવ્યો છે. ઉપરોકત કામના ફરીયાદી દિનેશ ફાંગલીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં ની2વ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલા હતા.



