ખાસ-ખબર સંવાદદાતા
ટંકારાના ખીજડીયા રોડ પર પુલીયા પાસેથી 156 બોટલ દારૂ ભરેલી અલ્ટો કાર સાથે ટંકારા પોલીસે મોરબીના એક શખ્સને ઝડપી પાડીને પ્રોહિબિશન એક્ટ અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટંકારા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ઘુનડા (ખાનપર) ગામ તરફથી જીજે-01-એચએમ-4367 નંબરની ગ્રે કલરની અલ્ટો કાર વિદેશી દારૂ ભરી ટંકારા તરફ આવે છે જે બાતમીને આધારે પોલીસે ટંકારા ખીજડીયા રોડ પર આવેલ પુલીયા પાસે વોચ ગોઠવી હતી અને અહીંથી પસાર થયેલ ઉપરોક્ત વર્ણન વાળી અલ્ટો કાર અટકાવી તેને રોકીને ચેક કરતા આરોપી રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે. સામૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી) ના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 156 બોટલ (કિં.રૂ. 58,800) મળી આવી હતી જેથી પોલીસે દારૂના જથ્થા સહિત અલ્ટો કાર મળી કુલ રૂ. 1,28,800 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.