ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
ગયા વર્ષે, વિશ્વમાં લગભગ 4 કરોડ લોકો એચઆઈવી વાયરસના કારણે એઇડ્સનો ભોગ બન્યા છે. તેમાંથી 90 લાખ લોકો તેની કોઈ સારવાર કરાવી શક્યા નથી. પરિણામે, દર મિનિટે કોઈને કોઈ દર્દી એઈડ્સને કારણે મૃત્યુ પામતા હતા.સંયુક્ત રાષ્ટ્રએ ગઈકાલે પોતાના તાજેતરના અહેવાલમાં આ ખુલાસો કર્યો છે. આ એવી સ્થિતિ છે જ્યારે વિશ્વમાં એઇડ્સ રોગચાળાને સમાપ્ત કરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે. યુએન રિપોર્ટ દશર્વિે છે કે તેની પ્રગતિની ગતિ હવે ધીમી થવા લાગી છે. તેનું કારણ ભંડોળનો અભાવ છે. આ કારણે ત્રણ નવા ક્ષેત્રો, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા અને લેટિન અમેરિકામાં તેનું સંક્રમણ વધી રહ્યું છે.2023 માં લગભગ 6,30,000 લોકો એઇડ્સથી મૃત્યુ પામ્યા હતા. આ 2004માં થયેલા 21 લાખ મૃત્યુ કરતાં ઘણા ઓછા છે.
- Advertisement -
યુએનએઇડ્સના અહેવાલ મુજબ, યુનાઇટેડ નેશન્સ એજન્સી, રોગચાળાને સમાપ્ત કરવાના વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરી રહી છે, તાજેતરનો આંકડો 2025 માટે નિર્ધિરિત 250,000 ઓછા મૃત્યુના લક્ષ્ય કરતાં બમણો છે.યુએનએઇડ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિન્ની બ્યાનીમાએ જણાવ્યું હતું કે વૈશ્વિક નેતાઓએ 2030 સુધીમાં એઇડ્સને ખતમ કરવાનું વચન આપ્યું છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023માં નવા સંક્રમણ ત્રણ ગણાથી વધુ એટલે કે 13 લાખ હતા.લિંગ અસમાનતાને કારણે આફ્રિકાના કેટલાક ભાગોમાં કિશોરીઓ અને યુવતીઓમાં એચઆઈવીના કેસોમાં વધારો થયો છે.સીમાંત સમુદાયોમાં વૈશ્વિક સ્તરે નવા ચેપ્નું પ્રમાણ 2010 માં 45% થી વધીને 2023 માં 55% થવાનો અંદાજ છે.