પોઈચા જેવુ મંદિર બનાવવાનું કહી સાધુ ટોળકીએ આચરી હતી છેતરપિંડી
ભાવનગરથી પકડાયેલો દલાલ 10 દિવસના રિમાન્ડ પર : બે સ્વામી હજુ પણ વોંટેડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે જમીનમાં કમિશન અપાવવાના બહાને 3 કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં 4 સ્વામી સહિત 8 વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયા બાદ ગાંધીનગરની ફોડ સેલના પી.આઈ.એ. તા.17.12.2024ના રોજ સુરતના સુરેશ ઘોરીની ધરપકડ કરી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મવડીના નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસેના મેઘાણી રંગભુવનમાં ઓફ્સિ ધરાવતા જસ્મીન બાલાશંકર માઢક અને જય મોલિયા નામના એસ્ટેટબ્રોકર ભાગીદારો સાથે ધોરાજીના ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે લી. પી. સ્વામી, જૂનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે. કે. સ્વામી, અંકલેશ્વર પાનોલીના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ. પી. સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રીય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરતના સુરેશ ધોરી, ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતની ટોળકી દ્વારા લિંબ ગામે પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રૂ.3.04 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચીટર ટોળકી સામે ગુનો નોંધ્યો હતો ફરિયાદી અને ખેડૂતો તથા સ્વામીઓ વચ્ચે અસરકારક રીતે મધ્યસ્થી કરનાર સહઆરોપી સુરેશ તુલસીભાઈ ઘોરીની લાંબા સમય બાદ ધરપકડ થતા કોર્ટ સમક્ષ સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ધરપકડ કરવામાં આવેલા લાલજી ઢોલા, ભુપેન્દ્ર પટેલ, વિજયસિંહ ચૌહાણ, જે. કે. સ્વામી અને વી.પી. સ્વામી નાઓની પણ ધરપકડ થયેલ છે પરંતુ, આ 3 કરોડની માતબર રકમ કોની પાસે છે તેવી કોઈ હકીકત તેઓએ જણાવેલ નથી કોર્ટમાં રજૂ કરતાં બંને પક્ષકારોની દલીલો સાંભળી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ ગોહીલ સાહેબએ મુખ્ય આરોપી તરીકે રજુ થયેલ સુરેશ ઘોરીને 10 દિવસના પોલીસ રીમાન્ડ પર સોંપવામાં આવેલ છે.