ઠાકરે વિશે વિધાનના વિવાદ બાદ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીની સ્પષ્ટ વાત
જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદ સરસ્તવતીએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આપેલા નિવેદનને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. શંકરાચાર્યના નિવેદનને રાજકીય ગણાવતા અયોગ્ય ગણાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
દિલ્હી સંત મહામંડલેશ્વરના અધ્યક્ષ અને શ્રીદૂધેશ્વરનાથ મઠ મંદિરના શ્રીમહંત નારાયણ ગિરિએ તેની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મ પરંપરામાં શંકરાચાર્યનું શીર્ષ આસન છે. તેમનું કામ પૂજા પાઠ કરવાનું છે અને આવા પૂજ્યપાદ કોઈના ઘરે જઈને રાજકીય નિવેદન આપે તે અયોગ્ય છે. શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ કંઈક આવી જ વાત કરી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હવે પોતે જ આ નિંદાનો જવાબ આપ્યો છે.
સોશિયલ મીડિયામાં આવેલા વીડિયો ક્લિપમાં અવિમુક્તેશ્વારનંદ કહે છે કે, અમે સંન્યાસી છીએ. અમારે રાજકારણ પર નિવેદન ન આપવું જોઈએ. આ સંપૂર્ણ રીતે સાચું છે. તેમણે કહ્યું, અમે આ સિદ્ધાંતને માનીએ છીએ, પરંતુ રાજનીતિ કરનારાઓએ પણ ધર્મના મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
વડાપ્રધાન મોદી જો મંદિરમાં જઈને ધર્મ સ્થાપના કરે છે તો તમે લોકો તેને લાઈવ દેખાડો છો. જો શંકરાચાર્ય રાજનીતિ અંગે કંઈક બોલે તો તેને ખોટી વાત ગણાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, રાજનીતિના લોકો ધર્મમાં હસ્તક્ષેપ બંધ કરે. અમે ગેરંટી આપીએ છીએ કે પોલિટિક્સ પર બોલવાનું બંધ કરી દેશું. પરંતુ તમે ધર્મમાં સતત હસ્તક્ષેપ કરતા જાવ છો તો શું અમે ધર્મ અંગે બોલીએ.
- Advertisement -
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, જે રાજકારણી છે, શું તેમને પોતાના ધર્મનું પાલન ન કરવું જોઈએ? શું એક શંકરાચાર્ય તરીકે અમારે કોઈને સાચો હિન્દુત્વવાળો ન જણાવવો જોઈએ? શું વિશ્વાસઘાત જેવું જે પાપ છે તેને લઈને અમારે જનતાને સચેત ન કરવા જોઈએ? જુઓ, જો તમે ધાર્મિક છો તો તમારે કોઈની સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, અમે કોઈ રાજકારણની વાત નથી કરી. અમે તો ધર્મની વાત કરી છે. માત્ર અમે હિન્દુ છીએ, કહેવાથી કંઈ નથી થતું. જ્યારે આપણે ધર્મનો મર્મ જાણીશું અને તેને અપનાવીશું ત્યારે હિન્દુ થઈશું. શંકરાચાર્યએ કહ્યું, ધાર્મિકતા પોતાના સાચા સ્વરુપમાં લોકોના જીવનમાં પ્રતિષ્ઠિત થાય, તેની વ્યાખ્યા સમયાંતરે થવી જોઈએ.
જો શંકરાચાર્ય એવું નહીં કરે તો માની લો કે તેઓ પોતાનું કાર્ય નથી કરતા. તેથી જ્યાં જેવી તક હોય છે ત્યાં અમે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ. અમારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.
ઠાકરેને લઈને શંકરાચાર્યએ શું કહ્યું હતું
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તશ્વારનંદે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે વિશ્વાસઘાતનો શિકાર છે. ઠાકરેને મુંબઈના બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાન માતોશ્રીમાં મુલાકાત બાદ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેની સાથે વિશ્વાસઘાત થયો છે અને કેટલાંક લોકો તેનાથી આક્રોશિત છે. હું તેમના આગ્રહ પર તેમણે મળ્યો અને કહ્યું કે, જનતાને થયેલી પીડા તેઓ બીજી વખત મુખ્યમંત્રી નહીં બને ત્યાં સુધી ઓછી નહીં થાય.