રેસકોર્સમાં આવેલી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે: યાત્રા પૂર્ણ થયા બાદ પ્રસાદીનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય ક્રાંતિકારી અને આદિવાસી સમાજના ગૌરવ, ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના પાવન અવસરે રાજકોટ શહેરમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ના ભાગરૂપે ભવ્ય જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આદિવાસી સમાજની આગેવાની હેઠળ થનારી આ રથયાત્રા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન શ્રી ભીલ પંચ રાજકોટ તથા જનજાતીય કલ્યાણ આશ્રમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આદિવાસી જનજાતિ સમાજના તમામ લોકો તથા હિન્દુ સમાજને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રથયાત્રાને ભવ્ય સફળતા અપાવવા આહ્વાન કરાયું છે. સાંજે 4 કલાકે: ભગવાન બિરસા મુંડા પ્રતિમા, રેસકોર્સમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ સાથે થશે. તેમની પવિત્ર સમાધિની માટીને પણ વિશેષ સન્માન સાથે અભિવાદન આપશે. ભવ્ય જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ 5.30 કલાકે થશે. આ યાત્રા બિરસા મુંડા સર્કલ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, ભીલવાસ ચોક, યાજ્ઞિક રોડ, કિસાનપરા થઈ બિરસા મુંડાની પ્રતિમાએ પૂર્ણ થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતો માટે પ્રસાદી રૂપે ભોજનની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે.
- Advertisement -
આ કાર્યક્રમની વિગતો આપવા માટે દર્શનભાઈ ભીલ, રમેશભાઈ કોલી, મનોજભાઈ દુબલ, જીતેન્દ્રભાઈ વાઘેલા, અમિતભાઈ ચૌહાણ, સંજયભાઈ રાઠોડ, કેવલભાઈ ચૌહાણ, પ્રેમભાઈ સારેડા, ઉત્તમભાઈ રાઠોડ, ભાવનાબેન લીડીયા, વિજયભાઈ રાઠોડ, કૃણાલભાઈ કડવાતર, નિશિતભાઈ પરમાર, માધવભાઈ વાઘેલા, ધવલભાઈ રાઠોડ, કલ્પેશભાઈ રાઠોડ, ઋત્વિકભાઈ રાઠોડ, આયુષભાઈ વાઘેલા, દેવભાઈ મૂલીયાણા, અમિતભાઈ રાઠોડએ ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી.



