ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં રમાનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું છે. આ મેચની મજા વરસાદે બગાડી દીધી છે. સાઉથમ્ટનમાં સતત થઈ રહેલા વરસાદને કારણે પહેલું સેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.
સાઉથમ્ટનના તાપમાનની વાત કરીએ તો 18 જૂને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેશે. અને આ હવામાન પાંચ દિવસ સુધી રહી શકે છે. અને આજે વરસાદના કારણે મેચ રદ થયા તેવી પણ સંભાવના છે.
- Advertisement -
તેવામાં પહેલા જ દિવસે વરસાદના કારણે ટોસમાં વિલંબ અને સેશન રદ થતાં ટ્વીટર પર ફેન્સ રોષે ભરાયા હતા અને પોતાની ભડાશ કાઢી આઈસીસી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કે જ્યારે હવામાનની ખબર જ હતી તો પછી મેચ શિડ્યુલ કેમ કરી.