તા. 25ના મંદિરના પ્રાંગણમાં રંગોત્સવની ઉજવણી: 70થી 80 ફૂટ ઊંચા કલરના 400 બ્લાસ્ટ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ સાળંગપુર, તા.13
- Advertisement -
વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરમાં 25 તારીખે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ માટે મંદિરના સંતો અને સેવકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રંગોત્સવ માટે 51 હજાર કિલોથી વધુ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે.
આ રંગોત્સવમાં હરિપ્રકાશ સ્વામી અને ભક્તો એક સાથે હોળી રમશે. રંગોત્સવમાં 70થી 80 ફૂટ ઉંચા કલરના 400 બ્લાસ્ટ, 100 ફૂટ ઉંચા 120 કંકુના બ્લાસ્ટ તેમજ 10 હજાર કિલો રંગને એરપ્રેશર મશીનથી હવામાં ઉડાવાશે. આ મહોત્સવમાં 1 લાખથી વધારે ભક્તો લાભ લેશે. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવશે તેમજ હોળી રમ્યા બાદ ભક્તો રાસની રમઝટ બોલાવશે. આમ હોળીના આ પાવન પર્વે સમગ્ર સાળંગપુર દાદાની ભક્તિના રંગે રંગાશે.