પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર શ્રીરામનાં વસ્ત્રોની શૈલીને બદલવામાં આવી છે: મયુર, શંખ, ચક્ર અને પદ્મ ડિઝાઈનમાં વૈષ્ણવ ચિન્હ્ોથી પોશાક તૈયાર કરાયા છે
જયારે જયારે રામની વાત થાય છે ત્યારે સૌના મનમાં એ વાત આવે છે કે રામ સૌના છે. આ વિચાર રામના પોશાકમાં જોવા મળી રહ્યો છે. પોશાક બનાવનાર ડિઝાઈનર ખાસ તેનું ધ્યાન રાખી રહ્યો છે. જેથી પોશાકનાં માધ્યમથી ભારતીય ટેકસટાઈલને પણ ખાસ ઓળખ મળે.ચૈત્રી નવરાત્રીનાં પહેલા દિવસે ભગવાનને ખાદી સિલ્કમાંથી બનેલી પોશાક પહેરાવવામાં આવી હતી.તેને બનાવવા માટે ચાંદીનો ઉપયોગ કરાયો હતો.જયારે બાકીના દિવસોમાં પોશાક ખાદી કોટનમાંથી તૈયાર કરાઈ છે. તેના પર સોનાની છાપની ડિઝાઈન કરાઈ છે. તેમાં તેજસ્વી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- Advertisement -
દર સપ્તાહે અલગ ફેબ્રિકનો ડ્રેસ:
રામલલ્લાનો ડ્રેસ ડિઝાઈન કરનાર મનીષ ત્રિપાઠી કહે છે કે અમે દરેક સપ્તાહે પોશાક માટે જુદા જુદા ટેકસટાઈલનો ઉપયોગ કરી રહ્યા છીએ. કપડામાં કલર માટે નેચરલ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. કપડાને રંગવા માટે આમી અને દાડમનાં રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગરમીની સીઝનને જોતા હવે સામાન્ય દિવસોમાં રામલલ્લા મલમલ, કોટા ડોરીયા, બગરૂ પ્રિન્ટ, જામદાની પ્રિન્ટ, અને પાંચમ પલ્લી જેવા કાપડમાંથી બનેલા પોશાકમાં જોવા મળશે. પોશાક બનાવતી વખતે એ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ ડીઝાઈન રિપીટ ન થાય. પોશાકની ડીઝાઈન વૈષ્ણવ ચિન્હો પર આધારીત છે. પણ આ વૈષ્ણવ ચિન્હોને નવી રીતે બનાવાયા છે.
- Advertisement -
રામનવમીનાં પોશાકની ડીઝાઈન ખાસ હશે:
મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રામજીનાં જન્મ દિવસે ખાસ પ્રકારનો પોશાક તૈયાર કરાયો છે. તે ખાદી સીલ્કમાંથી તૈયાર કરાયો છે.પોશાકમાં ચાંદીમાંથી મયુર, શંખ, ચક્ર અને પદ્મીની ડીઝાઈન ઉપસાવવામાં આવી છે.