તા. 02 ઓક્ટોબર, ગુરુવારના રોજ પૌરાણિક મંદિરે ધાર્મિક કાર્યક્રમ; હવનનો લાભ લેવા સમસ્ત ત્રિવેદી પરિવાર અને માઈભક્તોને ભાવભર્યું નિમંત્રણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે બિરાજમાન દાલભ્ય ગૌત્ર ત્રિવેદી પરિવારના કુળદેવી શ્રી હરસિધ્ધી માતાજીના પૌરાણિક મંદિરે વિજયાદશમી (દશેરા)ના પાવન અને શુભ દિને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી હરસિધ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ, હડીયાણાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે તા. 02/10/2025 – ગુરુવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૌરાણિક સ્થાનકમાં ત્રિવેદી પરિવારના સુરાપુરા અને સતીમાનાં મંદિરો પણ આવેલા છે.
બ્રહ્મયુવા અગ્રણી તેજસ ત્રિવેદી (મો. નં. 99040 04838) જણાવે છે કે, હવનનો લાભ લેવા માટે સમગ્ર ત્રિવેદી પરિવારને તથા તમામ માઈભક્તોને આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. જે ભક્તો રાજકોટથી હડીયાણા આવવા માંગતા હોય, તેમના માટે સવારે 8.00 કલાકે એસ.ટી. બસ મળી શકે છે. હડીયાણા બાલાચડી પાસે આવેલું છે અને રાજકોટથી તેનું અંતર અંદાજે 85 કિલોમીટર જેટલું થાય છે. રાજકોટથી જામનગર તરફ જતી વખતે બાલાચડી પાસે હડીયાણા આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત રહીને હવનનો લાભ લેવા માટે રાજકોટથી તેજસ ત્રિવેદી, સુમનભાઈ ત્રિવેદી, નિરવભાઈ ત્રિવેદી, આશિષભાઈ ત્રિવેદી સહિત અનેક ત્રિવેદી અગ્રણીઓ દ્વારા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગતો:
શ્રી હરસિધ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ હવનમાં કાર્યક્રમનો સમય
- Advertisement -
હવનમાં બીડુ હોમવાનો સમય બપોરના 01:00 કલાકે મહાપ્રસાદ બપોરના 01:30 કલાકે