13 વોર્ડમાં 251 બુથ પર યોજાનાર મતદાન પૂર્વે કામગીરીનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. રવિવારે મતદાન યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકા 13 વોર્ડના 251 બુથ પર મતદાન પૂર્વે સ્ટ્રોંગ રૂમ ખાતે રખાયેલા 470 ઇવીએમમાં ચૂંટણી તંત્ર દ્વારા કમિશનીંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં 251 મતદાન બુથ પર મતદાન થવાનું છે. ચૂંટણી તંત્ર દવારા અંધશાળા, બહાઉદ્દીન કોલેજ, વિવેકાનંદ સ્કૂલ અને એગ્રીકલ્ચર કોલેજ એમ ચાર વિભાગમાં અલગ-અલગ સ્ટ્રોંગ ખાતે બંદોબસ્ત હેઠળ 470 ઇવીએમ રાખવામાં આવ્યા છે. રવિવારે મતદાન યોજાનાર છે.
વોર્ડ વાઇઝ રાજકીય પક્ષો અને અપક્ષમાંથી ઉમેદવારો નોંધાયા છે. ઉમેદવાોરની ઓળખ અને મતદાનના સરળતા રહે જેથી ઇવીએમમા મુખ્ય ગણાતી કમિશનીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આરઓ અને એઆરઓના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.1,2,4માં 10બીયુ પ થી 8માં 140, 9 થી 12માં 140, 13, 15માં 60 મળી કુલ 470 ઇવીએમમાં કમિશનીંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.મતદાનના એક દિવસ પૂર્વે ચૂંટણી ફરજમાં સંકળાયેલા કર્મચારીઓને સ્ટ્રોંગ રૂમ ખાતેથી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શહેરના 251 મતદાન બુથ ઇવીએમની ફાળવણી કરવામાં આવશે.