નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત છે : કોંગ્રેસ; મોંઘવારીનો વિરોધ કર્યો
ખાસ ખબરસંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢમાં આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનાં કાર્યકર્તા અને આગેવાનોની મીટીંગ મળી હતી.આ મીટીંગમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોંગ્રેસ દ્વારા પેટ્રોલી,ડિઝલ સહિતનાં મોંધવારી મુદે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, બાબુભાઇ વાજા, કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા, હીરાભાઇ જોટવા સહિતનાં હાજર રહ્યાં હતાં.
તેમજ દિલ્હીથી આવેલા નિરીક્ષક નરેશ ભાર્ગવએ જણાવ્યું હતું કે, સંગઠન અને ચૂંટણીને લઇ મેનેજમેન્ટની બેઠક હતી. જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે નરેશ પટેલને લઇ કહ્યું હતું કે, નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત છે. કોંગ્રેસમાં આવવાને લઇ કેન્દ્ર અને નરેશભાઇ જ કહી શકે. અમે તો તેનું સ્વાગત કરી શકીએ.