-તંત્રના પાપે જૂનાગઢવાસીઓએ વેઠવું પડ્યું કરોડો રૂપિયાનું નુકસાન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જુના જનસંઘી અને એડવોકેટ અશ્વીન મણીયારે મુખ્યમંત્રી ભુપેન્દ્વભાઇ પટેલને એક પત્ર લખીને પોતાની વેદના ઠાલવી હતી અને એક દર્દભરી અપીલ કરી હતી.
જૂનાગઢમાં જે પુર આવ્યુ અને કરોડો રૂપિયાનું નુકશાન જૂનાગઢના લોકોને થયેલ છે. ત્યારબાદ જે અઘટીત બનાવ બન્યો અને એક જર્જરીત મકાન અકસ્માતે પડી જતા ચાર લોકો દટાઇને મળ્યા અને ત્યાર બાદ એક બેને સુસાઇડ કર્યુ. આ બધાની પાછળ જૂનાગઢના કોર્પોરેશનનું વહીવટીતંત્ર અને પ્રશાસન તથા પ્રજાને ભોગે પૈસાદાર થવા નિકળેલા અમુક બીલ્ડરો તથા રાજકારણીઓ જવાબદાર છે.
- Advertisement -
કાળવા નદીને વોકળો બનાવી દેવા માટે કોર્પોરેશનના જે તે સમયના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા બીલ્ડરોની સાઠ/ગાઠને કારણે કાળવા નદીનુ પાણી જે જૂનાગઢના રેવન્યુ વિસ્તારમાં પ્રવેશે છે ત્યાંથી લઇ અને ટીંબાવાડી, કોયલી, શાપુર સુધીમાં આ નદી પણ નદીના વહેણમાં ભયંકર પેશકદમી થઇ છે અને તેના કારણે ગત શનિવારે જૂનાગઢને તારાજીનો ભોગ બનવુ પડયુ હતુ. ભુતકાળમાં સાલ 1983માં 48 કલાકમાં લગભગ 80 થી 85 ઇંચ વરસાદ પડેલો અને એ પણ ગીરનારમાં જ પડેલો હતો. ત્યારે જૂનાગઢને તારાજીની ફકત જલક મળેલી, જૂનાગઢ તારાજ થયેલ ન હતુ આ વખતે ફકત 16 ઇંચ વરસાદમાં જૂનાગઢનો 70 ટકા વિસ્તાર પાણીમાં ગરક થઇ ગયેલ અને તેને માટે ઓળખી શકાય તેવા અમુક રાજકારણીઓ તથા બીલ્ડરો અને કોર્પોરેશનના અમુક રીટાયર્ડ અધિકારીઓ કે જે તેમના એજન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ જવાબદારી છે તેઓની સામે પગલા લેવા જોઇએ. કમાઇ લેવાની મનોવૃતી વાળા બીલ્ડરોએ કુદરતી પાણીના વહેણને ભૌગોલીક સ્થિતીના આધારે તપાસ કર્યા વીના તેના પર સ્લેબ ભરી લીધેલ છે. જેથી પાણી બહાર જઇ શકે નહી. જૂનાગઢમાં સરકારશ્રી દ્વારા જૂનાગઢના વીકાસ માટે મસ-મોટી રકમ ફાળવેલ છે. તેને વહીવટી રીતે 0 બેલેન્સ કરી દેવા માટે જાણે કે હોડ લાગી હોય તેમ 40 ટકા તળાવને બુરી દેવામાં આવેલ છે અને તે પાણી તળાવમાં ન ભરાતા ઠેર-ઠેર અવરોધો ઉભા થયેલ હોય આ પાણીએ ખાના ખરાબી ઉભી કરેલ છે.
સોસાયટી વાળાઓ, એગ્રીકલ્ચર યુર્નિવસીટી, એજ્યુકેશન સંકુલો અને અમુક સોસાયટીએ કુદરતી પાણીના જે વહેણો હતા તે બંધ કરતા હાલની આ પરસ્થિતી સર્જાયેલ છે તે ઉપરાંત બીનખેતી થયેલા પ્લોટોમાં મનસ્વી રીતે ગમે ત્યાં દિવાલો ઉભી કરી પાણીના નીકાલને અટકાવેલ છે.
આ બાબતે અમારી માંગણી છે કે આ તમામ પ્રશ્નોના નિકાલ માટે કોઇની શેહ-શરમમાં ન આવે અને પ્રમાણીક અધિકારીની સ્પેશ્યલ ઓફીસર તરીકે નિમણુંક કરી ભવિષ્યમાં જૂનાગઢને તારાજ થતુ બચાવી શકાય તેમ છે. એક જુના કાર્યકર્તા તરીકે જૂનાગઢ બનેલ ગમખ્વાર અકસ્માતના કારણે જૂનાગઢના તારાજીના જવાબદાર લોકોએ આફતને પણ ઉત્સાહમાં ફેરવવાની કુહને ધરાવતા આ રાજકારણીઓએ જૂનાગઢની પ્રજાનું ઘ્યાન ડાયવર્ટ કરવા માટે બીલ્ડીગો ઘ્વંસ કરવા માટેની કામગીરી ઉપાડેલ છે જે અતી આવકાર્ય છે. પરંતુ આઝાદી પછી બનેલા મકાનો કમાઇ લેવાની માનસીકતાથી બનાવેલા હોય તથા મીલ્કતોની કિંમતો વધેલ હોય, જુના ભાડુઆતો હોય, તેમને ખાલી કરાવવા માટે એક યા બીજા હથકંડાઓ અપનાવી અને નોટીસો કઢાવતા હોય છે અને ખરેખર કયો ભાગ પાડી નાખવો અથવા તો કયો વિસ્તા ડેમેજ છે તેવુ કંઇપણ જણાવ્યા વગર આડેધડ નોટીસો ઠોકવામાં આવી રહી છે.
- Advertisement -
નવાબી શાસનમાં બનેલ એક પણ બીલ્ડીંગ હજુ સુધી અકસ્માતથી પડી ગયેલ હોય, તેવુ બનેલ નથી પરંતુ તેને ઉતારવા પડે તેમ છે, કારણ કે 130 વર્ષ આસપાસનું બાંધકામ હજુ પણ ઉભુ છે. જૂનાગઢના સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર વખતનું જે બિલ્ડીંગ કે જે જુનો રાણીવાસ કે દરબારગઢ હતો તેમાં બીલ્ડીંગ ઇન્ટેક રાખી સ્લેબ ભરી લેવામાં આવેલ છે. અને આગામી પ0થી 100 વર્ષ સુધી વપરાશને લાયક રહે તેમ છે. તેવી જ રીતે જૂનાગઢની ઐતીહાસીક ધરોહર એવા દિવાન ચોકમાં આવલ દરબાર હોલ મ્યુઝીયર અને તેની આજુબાજુ આવેલ જુની કલેકટર ઓફીસ, જુની ડીએસપી ઓફીસ, સકર્લ ચોકના નમુનેદાર બીલ્ડીંગો પી.ડબલ્યુ ડી તંત્ર અને પુરાતત્વ ખાતાની અક્ષમ્ય બેાદરકારીને કારણે હાલ જર્જરીત હાલતમાં છે. જૂનાગઢ ધાર્મીક, ઐતિહાસીક અને પ્રવાસન ક્ષેત્ર છે ત્યારે તેને હેરીટેજ સીટી જાહેર કરવુ જોઇએ તેને બદલે બહારથી આવેલા અધિકારીઓ તથા મહીને પગાર ગણવા માટે આવેલા કર્મચારીઓ તદન બેજવાબદાર છે અને તેને કારણે જે હેરીટેજ બીલ્ડીંગો કહી શકાય તેવા બીલ્ડીંગો પણ જર્જરીત હાલમાં છે. તેવી અપીલ કરી હતી.