પશ્ર્ચિમે રશિયા પર પ્રતિ બેરલ 60 ડોલરની ઓઇલ કેપ નાખી રશિયા પર પ્રતિ બેરલ
30 ડોલરના ભાવની ઓઇલ કેપ લાદવા માટે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ માંગ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમી દેશોએ સોમવારે કેટલાક પ્રકારના રશિયાના ઓઇલ પર પ્રતિ બેરલ 60 ડોલરની પ્રાઇસ કેપ લાદવાનો પ્રારંભ કર્યો છે. તેનું ધ્યેય યુક્રેન સામેના યુદ્ધના મોરચે રશિયાને દબાણ હેઠળ લાવવાનું છે. યુરોપીયન યુનિયનની સાથે ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, જાપાન અને અમેરિકા આ પ્રાઇસકેપ અંગે સંમત થયા છે. આ પગલો કીવ અને ક્રેમલિન બંનેએ નકારી કાઢ્યુ છે. કીવ ઊંચી પ્રાઇસકેપ ઇચ્છે છે અને ક્રેમલિનનું માનવું છે કે આ એક પ્રકારે યુરોપનું કેન્સલ કલ્ચર છે. 27 દેશોના યુરોપીયન બ્લોકે આમ પણ રશિયા દરિયાઈ માર્ગે કરવામાં આવતી ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન ઓક્ટોબરમાં ક્રીમિયાને જોડતા નુકસાન પામેલા બ્રિજનું રિપેરિંગ થયુ તે જોવા માટે પુતિને પોતે તે બ્રિજ પરથી વાહન ચલાવ્યું હતું. પુતિને આ પ્રસંગે આ પુલ બનાવનારા કારીગરો અને પ્રોજેક્ટ મેનેજરો સાથે પણ વાતચીત કરી હતી. હવે સવાલ તે ઉદભવે છે કે પશ્ચિમનું આ પગલું બજારના ભાવ પર શું અસર પાડશે. સોમવારે યુએસ બેન્ચમાર્ક ક્રૂડનો ભાવ 80 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય બીજા પરિબળો જેવા કે ચીનમાં કોવિડ-19ને અંકુશમાં રાખવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોના લીધે ઉત્પાદન પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની માંગ અને ભાવ પર પણ અસર પડી છે.