ડીસીપી રવિ મોહન સૈનીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ બોલાવી પ્રસંશા પત્ર આપી સન્માન કર્યું, કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે અભિનંદન આપી ભવિષ્યમાં વધુ સારી કામગીરી કરવા કહ્યું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
તાજેતરમાં ઉપરી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ આધારે અમદાવાદ શહેરના ઝોન 06 વિસ્તારના મણિનગર પોલીસ દ્વારા આશરે 15 લાખની ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી, આરોપી પકડી, ઘરફોડ ચોરીમાં ગયેલ ઓરિજિનલ મુદામાલ પકડી, સાથે સાથે પાંચ જ દિવસમાં ઓરિજિનલ મુદ્દામાલ ફરિયાદીને પરત સોંપવામાં આવેલ હતો, નારોલ પોલીસ દ્વારા ગઉઙજ એક્ટ મુજબનો કેસ તથા હથિયાર ધારાનો કેસ શોધી, આરોપીઓને પકડી પાડી, દેશી તમંચો હથિયાર મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝોન 06 ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ મારફતે પણ ગુમ/ચોરી થયેલ 55 મોબાઈલ ફોન શોધી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને પરત કરવાની સુંદર કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઝોન 06 વિસ્તારમાં સઘન ચેકીંગ અને કોમ્બિંગ દરમિયાન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ અનેચિંગ, સહિતના ગુન્હાઓ શોધી કાઢવાની તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એવા અસરકારક પગલા લેવામાં આવેલ હોઈ, ઝોન 06 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી બાબત તેઓને સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરવા ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ બોલાવી, પ્રસંશા પત્ર આપી, સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે પોતાના ઝોનમાં સારી કામગીરી કરનાર મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, નારોલ પીઆઈ પરિમલ દેસાઈ, મણિનગર પીએસઆઈ પી.આર.પરમાર, નારોલ પીએસઆઈ આર.ડી.સાંબડ, મણિનગર પોલીસ સ્ટેશનના પો.કો. દેવુસિંહ શંભુસિંહ, પો.કો. સુરેશભાઈ ઘુસાભાઈ, નારોલ પોલીસ સ્ટેશનના પો.કો. પ્રશાંતભાઈ મોતીલાલ, ઝોન 06 એલસીબી ના પો. કો. ઈમરાનખાન ઈમામખાન, ઝોન 06 કચેરીના એ.એસ.આઈ. માલસિંગ દેસિંગભાઈ, પો.કો. રાજેશભાઈ અરવિંદભાઈ તેમજ શાહીબાગ મુખ્યમથક, ડોગ સ્ક્વોડના ડોગ હેન્ડલર એ.એસ.આઈ. અજીતસિંહ ભીખુભાને પ્રસંશા પત્ર આપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા સેક્ટર 02 એડી. પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ દ્વારા પણ ઝોન 06 ના સન્માન કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવા કહ્યું હતું.