ક્રિષ્ના ગ્રુપ અને મારુતિ નંદન ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે 600 કિલોથી વધુ લાડુ બનાવવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પવિત્ર શ્રાવણ માસના પાવન અવસર પર રાજકોટમાં ક્રિષ્ના ગ્રુપ અને મારુતિ નંદન ગ્રુપ દ્વારા એક અનોખો સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યો હતો. શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 11 ખાતે શુદ્ધ ઘીના 600 કિલોથી વધુ લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. આ લાડુઓનો પ્રસાદ કાળીપાટ ખાતે આવેલી મા ગૌવરી ગૌશાળામાં ગાયોને અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ગાયોને આ પ્રકારે લાડુ ખવડાવવાની ધાર્મિક ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને ગ્રુપના સભ્યોએ ગૌમાતાની સેવા કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રકારના સેવાકાર્યથી ધર્મ અને સમાજ સેવા પ્રત્યેની ભાવના વધુ દૃઢ બને છે.