એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી બનીને તૈયાર થઈ ગઈ છે. ઙખ મોદી કર્ણાટકના તુમકુરુમાં ઇંઅકની હેલિકોપ્ટર ફેક્ટરી દેશને સોંપશે. આ ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે, જે હાલિકોપ્ટર બનાવવાની ક્ષમતા અને ઈકો-સિસ્ટમને વધારશે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી 20 વર્ષમાં 4 લાખ કરોડના વેપારની સાથે 1000થી વધુ હેલિકોપ્ટર બનાવવામાં આવશે. 615 એકરમાં બનેલી આ ફેક્ટરી શરૂઆતમાં લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર (કઞઇં) બનાવશે. કઞઇં સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત 3-ટન કેટેગરીનું સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર છે. શરૂઆતમાં આ ફેક્ટરીમાં દર વર્ષે 30 હેલિકોપ્ટર બનાવવામાં આવશે. પછી દર વર્ષે એની ક્ષમતા 60થી 90 હેલિકોપ્ટરની દરથી વધારવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કઞઇંનું ફ્લાઇંગ ટેસ્ટ થઈ ગયો છે.
એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેકટરી રાષ્ટ્રને અર્પણ, વર્ષે 30 હેલિકોપ્ટર બનશે
Follow US
Find US on Social Medias