સાગરીતે લાકડીથી માર મારતા તાલુકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટમાં 19 વર્ષની યુવતી તેના મિત્રો સાથે જન્મદિવસ ઉજવીને જઇ રહી હતી ત્યારે ન્યારી ડેમ રોડ પર એક શખ્સે તેની પજવણી કરી યુવતીના કપડાં ખેચી તેના સાગરીતે યુવતી પર લાકડીથી હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.
- Advertisement -
રાજકોટમાં રહેતી 19 વર્ષની યુવતીનો મંગળવારે જન્મદિવસ હતો આ યુવતી સાંજે તેની એક સહેલી અને અન્ય એક મિત્ર સાથે ન્યારી ડેમે કેફેમાં ગયા હતા ત્યાં જન્મદિવસ ઉજવીને યુવતી સહિત ત્રણેય અલગ અલગ સ્કૂટર પર જઇ રહ્યા હતા અને ન્યારી ડેમ રોડ પર કાલાવડ રોડ નજીક એક દુકાન પાસે પાંચેક શખ્સ બેઠા હતા જેમાંથી એક શખ્સે સીટી મારી હતી યુવતી સામે સીટી મારતાં યુવતી અને તેના મિત્રો તે શખ્સ પાસે ગયા હતા અને આવું કેમ કર્યું તેમ કહેતાં જ તે શખ્સ ઉશ્કેરાયો હતો અને તે યુવતીને ગાળો ભાંડવા લાગ્યો હતો, બેફામ બનેલો શખ્સ બાજુમાં આવેલા ગેરેજમાંથી ડિસમિસ લઇ આવ્યો હતો અને ડીસમિસથી યુવતીના કપડાં ફાડી નાખ્યા હતા થોડી જ ક્ષણમાં છેડતી કરનારનો મિત્ર ધસી આવ્યો હતો અને તેણે યુવતીને લાકડીના ઘા ઝીકી દીધા હતા બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને યુવતી તથા તેના મિત્રોને આ માથાભારે શખ્સનો સકંજામાંથી છોડાવ્યા હતા યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીઆઇ હરિપરા સહિતના સ્ટાફે બંને શખ્સની શોધખોળ હાથ ધરી હતી.