અજમેર દરગાહના ખાદીમનો વિડિયો વાઇરલ
ખાસ-ખબર સંવાદદાતા
દરજી કનૈયાલાલા અને ઉમેશ કોલ્હેની હત્યાનો મુદ્દો હજી શાંત નથી થયો અને હવે અજમેરથી વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો છે. આ વીડિયોમાં ખાદીમ સલમાન ચિશ્તી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા માટે વિવાદિત નિવેદન આપ્યું છે. વાયરલ વીડિયોમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના એક ખાદિમ કહી રહ્યા છે કે, જે નૂપુર શર્માનું ગળુ કાપીને લઈ આવશે અને તેને તે પોતાનું મકાન આપી દેશે. અજમેર પોલીસે વીડિયોને આધાર બનાવીને ખાદિમની સામે ફરિયાદ નોંધી લીધી છે.
- Advertisement -
વાયરલ વીડિયોમાં દેખાતો માણસ દરગાહનો ખાદિમ છે અને સાથે સાથે દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. તેના પર વિવાદ કેસ નોંધાયેલા છે. તેણે પોતાનું નામ સલમાન ગણાવ્યું છે. વીડિયોમાં આ વ્યક્તિ રોતા રોતા કહે છે કે, સમય હવે પહેલા જેવો નથી રહ્યો, નહીં તો હું ના બોલતો. તેમના વડિલોના સોગંધ ખઈને સલમાન કહે છે કે, મને મારી માના સોગંધ હું એને જાહેરમાં ગોળી મારી દેત, મને મારા બાળકોના સમ હું એને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું કે, જે પણ નૂપુર શર્માનું ગળું કાપીને લઈને આવશે એને મારું ઘર આપીને હું રસ્તા પર આવી જઈએ. આ સલમાનનો વાયદો છે.
વીડિયોમાં આગળ તેણે પોતાને તેમના ખ્વાજાના સાચા સિપાહી ગણાવીને કહ્યું છે કે, હું આજે પણ ચીરવાની તાકાત રાખું છું. વાયરલ વીડિયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરવાની વાતો કરી રહ્યો છે.