દુનિયાભરમાં સતત વધી રહેલા કેન્સરના મામલે રશિયાએ દાવો કર્યો છે કે, તેણે કેન્સરની રસી બનાવી લીધી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 2025થી રસી મૂકાવવાનું શરુ કરી દેવાશે. રશિયાએ પણ સ્પષ્ટ કર્યું કે, આ રસીનો શૉટ ફક્ત કેન્સરના દર્દીઓ માટે હશે, ન કે ટ્યુમર(ગાંઠ) બનવાથી રોકવા માટે.
રશિયાની રસી કેટલી અસરકારક?
જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, વેક્સિન કયા કેન્સરની સારવાર માટે હશે. એ પણ નથી જણાવવામાં આવ્યું કે, આ રસી કેટલી અસરકારક છે. એટલું જ નહીં, રસીનું નામ પણ હજુ સુધી સામે નથી આવ્યું. જોકે, રશિયાએ એટલું જણાવ્યું કે, તે પોતાના દેશના દર્દીઓને આ રસી મફત પ્રદાન કરશે.
- Advertisement -
રશિયાની જેમ જ દુનિયાના ઘણાં દેશોમાં પર્સનલાઇઝ્ડ કેન્સરની રસી પર કામ ચાલી રહ્યું છે. આ પ્રકારની રસીમાં દર્દીના ટ્યુમરમાં હાજર RNAનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચાર કેન્સરના દર્દીઓ પર પર્સનલાઇઝ્ડ વેક્સિનન ટેસ્ટ કરી હતી. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, રસી લગાવ્યાના બે દિવસ બાદ જ દર્દીઓમાં મજબૂત ઇમ્યુનિટી પેદા થઈ હતી.
રશિયાનો દાવો
જો રશિયાનો દાવો સાચો પડે છે અને કેન્સરની રસી આવે છે, તો આ મેડિકલ સાયન્સમાં એક મોટું પગલું રહેશે. કારણ કે, કેન્સર એક એવી બીમારી છે જેનાથી દર વર્ષે લાખો લોકોના મોત થઈ જાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર, દુનિયાભરમાં મોતનું બીજું સૌથી મોટું કારણ કેન્સર જ છે. દુનિયામાં થતાં દર 6 માંથી 1 મોતનું કારણ કેન્સર હોય છે.
- Advertisement -
ભારતમાં પણ કેન્સરના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે કેન્સરના દર્દી અને તેનાથી થતાં મોતની સંખ્યા વધી રહી છે. 2025 સુધી ભારતમાં કેન્સરના દર્દીની સંખ્યા 15 લાખથી વધવાની આશંકા છે.
સરકારી આંકડા અનુસાર, ભારતમાં 2019થી 2023 વચ્ચે પાંચ વર્ષમાં કેન્સરના 71 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. 2023માં જ લગભગ 15 લાખ કેસ સામે આવ્યા હતાં. આ પ્રકારે આ પાંચ વર્ષમાં કેન્સરથી આશરે 40 લાખ લોકોના મોત થયા છે. પાંચ વર્ષમાં સૌથી વધારે 8.28 લાખ મોત 2023માં થયા હતા.
ભારતમાં કેન્સરનું સૌથી મોટું કારણ તમાકુ
ભારતમાં કેન્સરના કેસ વધવાનું સૌથી મોટું કારણ તમાકુ છે. તમાકુ ચાવવાથી મોં અથવા ગળાનું કેન્સર થઈ શકે છે. જોકે, સિગારેટ અથવા બીડી પીવાથી ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે. WHOના અહેવાલ મુજબ, પુરુષોમાં સૌથી વધારે મોં અથવા ગળાના કેન્સરના કેસ સામે આવે છે. ત્યારબાદ ફેફસાનું કેન્સર છે. 2022માં પુરુષોમાં કેન્સરના 6.91 લાખ કેસ સામે આવ્યા હતા. તેમાંથી દોઢ લાખથી વધારે મોં-ગળા અથવા ફેફસાંના કેન્સર હતાં.
મહિલાઓમાં જોવા મળે છે સૌથી વધારે આ કેન્સર
જોકે, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મહિલાઓમાં કેન્સરથી જીતવાના કેસ સામે આવે છે, તેમાંથી આશરે 27 ટકા બ્રેસ્ટ કેન્સર હોય છે. આ સિવાય સર્વાઇકલ કેન્સરના કેસ પણ ઝડપથી વધી રહ્યાં છે.
કેન્સરની જેટલી જલ્દી જાણ થાય છે અને જેટલી જલ્દી તેની સારવાર શરુ થઈ જાય છે, સર્વાઇવલ રેટ એટલો જ વધી જાય છે. કેન્સરની સારવાર જલ્દી શરુ કસરવાથી ઘણાં લોકોનો જીવ બચી જાય છે.
કેન્સરના દર્દીઓની સારવાર માટે યોગ્ય નિદાન જરૂરી છે, કારણકે દરેક કેન્સરની સારવાર અલગ હોય છે. તેમાં સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી સામેલ છે. જ્યારે કોઈ કેન્સરની ઝપેટમાં આવે છે તો તેમાં ઘણાં બધાં લક્ષણો જોવા મળે છે. જેમ કે, તાવ, માથું દુખવું, હાડકાંમાં દુખાવો, વજન ઘટી જવું વગેરે. યોગ્ય સમયે સારવાર શરુ કરવાથી ન ફક્ત જીવ બચાવી શકાય, પરંતુ તેમાં ખર્ચ પણ ઓછો થાય છે અને તેની થેરાપીમાં દર્દ પણ ઓછું થાય છે.