સ્પેનમાં સર્જનોની એક ટીમે દુનિયામાં પહેલીવાર રોબોટના માધ્યમથી ફેફસાનું સફળતાથી પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. બાર્સીલોના સ્થિત બૈલ ડી હેબ્રોન હોસ્પિટલના સર્જનોએ આ ઓપરેશન કર્યું છે.આ કામ કરવામાં રોબોટને માત્ર ચાર કલાક લાગ્યા હતા.ડોકટરોનો દાવો છે કે આ ઓપરેશન બાદ ઘાવ જલદી ભરાશે અને દર્દ પણ ઓછુ થશે. ડો.આલ્બર્ટ જૌટેગુઈએ જણાવ્યુ હતું કે ફેફસાના પ્રત્યારોપણ માટે રોબોટે નવી પ્રક્રિયા અપનાવી હતી. ફેફસાના ઓપરેશનને જટીલ ઓપરેશન માનવામાં આવે છે.
તેમાં રોગીની છાતીમાં લગભગ 30 સેમીનો એક ચીરો લગાવવામાં આવે છે અને પાંસળીઓને કાપવાની જરૂર નથી રહેતી. ઓપરેશન માટે સર્જનોએ રોબોટના હાથ અને થ્રી-ડી કેમેરા લગાવ્યા હતા. ત્યારબાદ સૌથી પહેલા પાંસળીના પિંજરાના કિનારે એક નાનો ચીરો લગાવવામાં આવ્યો હતો જે કેવળ આઠ સેમીનો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 વર્ષથી અંગ પ્રત્યારોપણમાં સૌથી આગળ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 2017 માં ડોકટરોએ માત્ર એક વર્ષમાં 4818 અંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા.
- Advertisement -
65 વર્ષનાં વરિષ્ઠનું પહેલીવાર સફળ ઓપરેશન: નવી પ્રક્રિયા દર્દી માટે ઓછી દર્દનાર છે. કારણ કે ઘાવ ખૂબ જ સરળતાથી ભરાય જાય છે. 65 વર્ષિય ઝેવિયર રોબોટથી ફેફસાનું ઓપરેશન કરનાર દુનિયાનાં પહેલા દર્દી બન્યા છે. તેમને પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની બિમારી હતી. જેના કારણે તેના ફેફસાનું પડ જાડુ થતુ જાય છે.