– બસ, કાર, ટ્રક સહિતના વાહનોમાં આ નવી સિસ્ટમ ફરજિયાત થઇ શકે છે
ડ્રાઈવરને ડ્રાઈવીંગ દરમિયાન ઝોકુ આવી જવાની અકસ્માત સર્જાયાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે પરંતુ ગઇકાલે ક્રિકેટર ઋષભ પંતને કાર ડ્રાઈવીંગ દરમિયાન ઝોકુ આવી જતા અકસ્માત થતા તેમને ઇજા થઇ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડ્રાઈવરને ઝોકુ આવે ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે સરકાર કાર, બસ, ટ્રકો વગેરે વાહનોમાં એવી સિસ્ટમ લાવવા માગે છે કે ઝોકુ આવે ત્યારે તે ડ્રાઇવરને સાવધ કરે. આ મામલે ડ્રાપટ તૈયાર છે જે બસો, કારો, ટ્રકોમાં લગાવવી ફરજિયાત થઇ શકે છે.
- Advertisement -
જો ડ્રાઈવરને ડ્રાઈવીંગ દરમિયાન ઝોકુ આવી ગયું તો ડ્રોસીનેસ એલર્ટ સિસ્ટમ ડ્રાઈવરને સતર્ક કરશે. આ સિસ્ટમ માટેના ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અનેક દેશોમાં આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ થાય છે જે અલગ અલગ ટેકનિકથી એલર્ટ કરવામાં આવે છે કે નીંદર આવી રહી છે. કેટલીક સિસ્ટમ સ્ટીયરીંગ પેટર્ન પર નજર રાખે છે
તો કેટલીક ડ્રાઈવીંગ લેનમાં ડ્રાઇવરની પોઝીશન પર ડ્રાઈવરની આંખો અને ચહેરાના આધારે પણ નીંદરનું અનુમાન લગાવનારી સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. ડ્રાઈવીંગ કરતી વખતે ઝોકુ આવવું ખૂબ જ ખતરનાક છે. જો ગાડી ફૂલ સ્પીડમાં હોય તો ડ્રાઈવરને રિએક્ટ કરવાનો ટાઇમ પણ નથી મળતો. બ્રેક્સ લગાવવામાં વિલંબ થઇ જાય છે. એક્સપર્ટ કમિટીએ ડ્રોસીનેસ એલર્ટ સિસ્ટમ માટે એક ડ્રાપટ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (એઆઈએસ) એ તૈયાર કર્યો છે. તેને માટે ટૂંક સમયમાં જ ફિડબેક માટે પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે.
- Advertisement -