પેપર ફૂટવાની ઘટનાઓમાંથી મુક્તિ મળશે
ગૌણ સેવા પસંદગી મંડળથી પ્રારંભ: ટીસીએસને જવાબદારી
- Advertisement -
15000 પરીક્ષાર્થી એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં પેપર્સ ફુટવાની ઘટનાઓ બાદ રાજય સરકારે સક્ષમ અને પ્રમાણીક આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા મંડળના ચેરમેન તરીકે જવાબદારી સુપ્રત કરીને લાખો નોકરી ઈચ્છુકોને માટે મહત્વની પરીક્ષાઓ, પેપર લીકેજ વગર જ યોજવામાં સફળતા મળ્યા બાદ હવે રાજય સરકારની તમામ ભરતી પરીક્ષાઓ ઓનલાઈન જ યોજવા નિર્ણય લીધો છે
અને તેમાં જાણીતી આઈટી કંપની ટીસીએસને જવાબદારી સોંપાશે. સરકાર પ્રથમ તબકકામાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ ઓનલાઈન યોજવા નિર્ણય લીધો છે. આ માટે રોજ એક સાથે 15000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન યોજવાની વ્યવસ્થા ગોઠવાશે તથા પરીક્ષાર્થીઓની સંખ્યા મુજબ 2-3 દિવસ આ પરીક્ષા લઈ શકાશે. આ અંગે આગામી દિવસોમાં સતાવાર જાહેરાત થશે.