BP, ડાયાબિટીસ, થાયરોઇડની દવાઓના ભાવમાં વધારો
1 એપ્રિલથી તાવ, શરદી-ઉધરસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અસ્થમા, ઇન્ફેક્શન, હાઈ બ્લડપ્રેશર, એનિમિયા, થાઇરોઇડ જેવી બીમારીઓના ઇલાજમાં પ્રિસ્ક્રાઇબ થતી દવાઓ મોંઘી થઈ ગઈ છે. પેરાસિટામોલ, ફેનોબાર્બિટોન, ફિનાઇટોઇન સોડિયમ, એઝિથ્રોમાઇસિન, સિપ્રોફ્લોક્સેસિન હાઇડ્રોક્લોરાઇડ, મેટ્રોનિડાઝોલ જેવી દવાઓની કિંમતોમાં પણ વધારો ઝીંકાયો છે. આ રીતે લગભગ 800 દવાની કિંમતોમાં 11% સુધી વધારો થયો છે.
800 દવામાં આ કોમન દવાઓ પણ સામેલ છે
- એઝિથ્રોમાઇસિન – ₹120
- સિપ્રોફ્લોક્સેસિન – ₹41
- મેટ્રોનિડાઝોલ – ₹22
- પેરાસિટામોલ (ડોલો 650) – ₹31
- ફેનોબાર્બિટોન – ₹19.02
- ફિનાઇટોઇન સોડિયમ – ₹16.90
જિનેરિક મેડિકલ સ્ટોરમાં મળશે સસ્તી દવા
- ઘણા મેડિકલ સ્ટોરવાળા 15થી 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે, એની પસંદગી કરવી.
- ઓનલાઇન 1 Mg, NetMeds, PharmEasy, LifCare, MyraMed જેવી વેબસાઇટ્સ પરથી ખાસ્સા ડિસ્કાઉન્ટેડ રેટથી દવાઓ ઘેરબેઠાં મગાવી શકાય છે.
- સરકારી હોસ્પિટલમાંથી સસ્તી દવાઓ મળી શકે.
- મેડિકલ સ્ટોરમાંથી પણ બ્રાન્ડેડ અને જિનેરિક દવાઓ મળે છે. તમે સસ્તા જિનેરિક વિકલ્પો પર પસંદગી ઉતારી શકો છો.
- સસ્તી દવાઓ માટે સરકારે જન ઔષધિ કેન્દ્ર ખોલ્યાં છે, જ્યાંથી સસ્તા દરે દવાઓ મળી શકે છે.