RBI ગવર્નર શકિતકાંત દાસે આપી માહિતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ટુંક સમયમાં જ અમેરિકી ડોલર, યુરો, પાઉન્ડમાં આરટીજીએસની સુવિધા મળી શકે છે.આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સીસ્ટમ વાસ્તવિક સમયમાં બેન્કો વચ્ચે પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેનુ સંચાલન ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવે છે.
- Advertisement -
ભારતીય રીઝર્વ બેન્કનાં ગવર્નર શકિતકાંત દાસે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય બેન્ક આરટીજીએસનું ક્ષેત્ર વધારવાનો વિચાર કરી રહી છે. આ વિસ્તાર દ્વિપક્ષીય કે બહુપક્ષીય વ્યવસ્થાઓના માધ્યમથી પ્રાપ્ત કરવામાં આવશે.
તેમના અનુસાર મુખ્ય વ્યાપારીક મુદાઓને સામેલ કરવા માટે આરટીજીએસનો વિસ્તાર કરવાથી વધુ કિફાયતી સીમા-પાર પેમેન્ટ અને મોકલવામાં ઝડપ આવશે. મુખ્ય વ્યાપારીક મુદાઓનો ઉપયોગ કરીને વિસ્તારીત આરટીજીએસ ઓછુ ખર્ચાળ સીમા પાર પેમેન્ટ અને રવાનગી સુધી ઝડપી પહોંચની સુવિધા પ્રદાન કરશે.દાસે જણાવ્યુ હતું કે સેન્ટ્રલ બેન્ક ડીઝીટલ કરન્સી એકમાત્ર એવુ ક્ષેત્ર છે જેમાં કુશળ સીમા પાર પેમેન્ટની સુવિધા પ્રદાન કરવાની ક્ષમતા છે જે આગળ જઈને ધોરણોમાં સામંજસ્ય, સીબીડીસીને સીમા પાર પેમેન્ટ અને ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલી ગંભીર નાણાકીય સ્થિરતા ચિંતાઓને દુર કરવામાં સક્ષમ બનાવશે.આ એક એવી સીસ્ટમ છે જેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આરટીજીએસ ભારતમાં રકમ ટ્રાન્સફર કરવાનું સૌથી ઝડપી અને સૌથી સુરક્ષીત માધ્યમ છે. આ માધ્યમથી ભારતની અંદર એક વ્યકિત ભારતની અંદર એક બેન્કથી બીજી બેન્કમાં પૈસા મોકલી શકે છે.આ ખાસ કરીને બે લાખથી વધુ રકમ ટ્રાન્સફર માટે ઉપયોગ કરી શકાય છે. તેની ઉપરી સીમા નથી આનાથી પૈસા મોકલવામાં પૈસા ચોરી થવા કે ચેક બોગસ હોવાનો કોઈ ખતરો નથી. આરટીજીએસથી ખાસ 30 મીનીટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.