11મી સપ્ટેમ્બર સુધીમાં નવા નિયમો અંગે પ્રતિભાવ આપવાની મહેતલ અપાઈ: ડિસેમ્બર સુધીમાં અમલ કરી દેવાનો નિર્ધાર
દેશભરની સરકારી વીજકંપનીઓની 2.13 લાખ કરોડની ખોટ સરભર કરવા પ્રયાસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા નવા તૈયાર કરવામાં આવી રહેલા ઇલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2022માં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએ હેઠળ વીજળીના યુનિટદીઠ આવતો વધારો દર મહિને જ ગ્રાહકો પાસેથી વસૂલી લેવાની છૂટ આપતો તઘલઘી નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારની વીજ કંપનીઓ પોતાના વીજ ઉત્પાદન મથકોની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માંડ 50થી 55 ટકા વીજળી પેદા કરીને બાકીની વીજળી બહારથી યુનિટદીઠ રૂા.12 સુધીના ભાવે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના માધ્યમથી ખાનગી સપ્લાયર પાસેથી ખરીદતી હોવાથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે દર મહિને નવી નવી રકમનો વીજ ખર્ચનો બોજ વધતો રહેવાની સંભાવના રહેલી છે. દેશભરની સરકારી વીજ કંપનીઓની ખોટ વધીને રૂા.. 2.13 લાખ કરોડથી વધી ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
નવા તૈયાર થયેલા નિયમોમાં એક નિયમ એવો પણ છે કે પાવર પરચેઝ કોસ્ટ દર મહિને જેટલો પણ વધારો આવે તે તમામ વધારો વીજ વપરાશકારો પાસેથી વસૂલી લેવાના રહેશે. તેને માટે ગુજરાતમાં જર્કની એટલે કે ગુજરાત વીજ નિયમન પંચની આગોતરી મંજૂરી લેવાની જરૂર જ નથી. અત્યારની વ્યવસ્થા હેઠળ વીજ વિતરણ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં યુનિટદીઠ 10 પૈસાનો આપોઆપ જ વધારો કરી શકે છે.તેનાથી વધુ વધારો કરવો હ ોય તો તેવા સંજોગોમાં તેમણે ગુજરાત વીજ નિયમન પંચ પાસેથી મંજૂરી માગવી પડે છે. આ મંજૂરી મળ્યા પછી જ અને મંજૂરી મળી હોય તેટલા પ્રમાણમાં જ વીજળીના યુનિટદીઠ દરમાં તેનો ઉમેરો કરીને ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે. હવે આ બંધનમાંથી વીજ વિતરણ કંપનીઓને મુક્તિ મળી જવાની સંભાવના છે.
જો ત્રણ મહિના પછી નવા નિયમોનો અમલ ચાલુ કરીદેવાય તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દર મહિને સંપૂર્ણ પાવર પરચેઝ કોસ્ટ વસૂલ કરતી થઈ જશે. એપ્રિલથી જૂન 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળાની ગુજરાતની વીજ કંપનીઓની પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ સરેરાશ રૂા.. 5.75ની આવે છે. તેમાંથી રૂા.. 4.57 વસૂલ કરવાની તેમને છૂટ મળી ગઈ છે. આમ ત્રણ જ મહિનામાં પાવર પરચેઝ કોસ્ટમાં યુનિટદીઠ રૂા.. 1.18નો વધારો આવી ગયો છે. આ જ ત્રણ માસના ગાળામાં ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ 15 ટકાનો રહ્યો છે. તેને કારણે યુનિટદીઠ બીજા 21 પૈસાનો બોજ ગ્રાહકોને માથે આવ્યો છે. આ ત્રણ જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ રૂા. 1.39નો વધારો
આવ્યો છે.
- Advertisement -
અત્યાર સુધીની કુલ એફપીપીપીએની યુનિટદીઠ રકમ રૂા.. 3.29 થઈ છે. તેમાંથી યુનિટદીઠ રૂા.. 1.90 વસૂલવામાં આવી રહ્યા છે. જર્ક પાસે ગયા પછી તેમને યુનિટદીઠ રૂા. 2.60 એફપીપીપીએ પેટે વસૂલ કરવાની છૂટ મળી છે. તેથી ગુજરાતના વીજ ગ્રાહકો પાસેથી આજની તારીખે પણ યુનિટદીઠ 69 પૈસાવસૂલવાના બાકી છે.