ખાસ-ખબર સંવાદદાતા
જો તમે ટ્રેનમાં સફર કરશો અને સાથે વધારે સામાન લઈ જતા હશો તો હવે તમારે સામાન માટે વધારે નાણાં ચૂકવવા પડશે.
વાસ્તવમાં હવે રેલવે વધારે સામાન લઈ જવાના કાયદાનો વધારે કડક અમલ કરી રહી છે અને તેની જાણકારી રેલવે મંત્રાલયે સત્તાવાર રીતે તેના ટ્વિટર હેન્ડલ પર આપી છે. આ ટ્વિટરમાં લોકોને મુસાફરી દરમિયાન વધારે સામાન નહીં લઈ જવાની ચેતવણી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર જો કોઈ પ્રવાસી મર્યાદા કરતાં વધારે સામાન સાથે માલૂમ પડશે તો તેણે અલગથી બેગેજ રેટના છ ગણા નાણાં ભરવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રવાસી 40 કિલો કરતાં વધારે સામાન સાથે 500 કિલોમીટર સુધીનો પ્રવાસ કરતો હોય તો તે ફક્ત રૂ. 109 ભરીને લગેજ બુક કરી શકે છે પરંતુ જો આવા બુકિંગ વગરના સામાન સાથે પ્રવાસી પકડાશે તો તેણે રૂ. 654 ભરવા પડશે.



