જીએસટી ચોરી અને બોગસ રજીસ્ટ્રેશન પકડવા જીએસટી અધિકારીઓને એઆઈ અને ડેટા એનાલિસિસ ટેકનીકથી સજજ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં સ્થાનિક સ્તરે બોગસ જીએસટી રજીસ્ટ્રેશન અને કરચોરી પકડવાની મનાતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજય સ્તરે બધા જીએસટી અધિકારીઓને આર્ટીફીશીયન ઈન્ટેલીજન્સ (એઆઈ) અને ડેટા એનાલીસીસ ટેકનીકથી સજજ હશે. આથી બોગસ કંપનીઓનું રજીસ્ટ્રેશન લગભગ અસંભવ થઈ જશે સાથે સાથે બોગસ કંપનીઓનો પતો મળતા જ દરોડા પણ પાડવામાં આવશે. રાજય સચીવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રાજય સ્તરે બધા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે પોતાના વિસ્તારોમાં કંપનીઓ પર નજર રાખે તેના માટે તમામ ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સિવાય અધિકારી બાતમીદારોના નેટવર્કની મદદથી બોગસ કારોબારીઓની ઓળખ કરશે જે જીએસટી ચોરી કરીને માહોલ ખરાબ કરે છે.
- Advertisement -
બોગસ બીલ નહિં બની શકે: મહેસુલ સચીવે જણાવ્યું હતું કે પ્રારંભીક કેટલાંક દિવસોમાં રિટર્ન દાખલ કરવાની છૂટેના ફાયદો ઉઠાવીને બોગસ કંપનીઓ રજીસ્ટર થઈ ગઈ છે.આવી કંપનીઓ બોગસ બિલ બનાવીને જીએસટી ચોરી કરે છે.જીએસટી નેટવર્ક પર બોગસ બીલ બની જ ન શકે.
તેના માયે પણ ટેકનિકને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. કારોબારનો ખુલાસો થઈ શકશે:રાજયના રીપોર્ટનાં આધારે વિભાગ કંપનીઓ પર કાર્યવાહી કરશે જોકે કાળા ધંધાનાં તાર બીજા રાજયોમાં પણ મળી આવ્યા છે. તેનો ખુલાસો કરવામાં પણ સરળતા રહેશે. વિભાગ રાષ્ટ્રીય સ્તરે બોગસ કંપનીઓ પર દરોડા પાડશે.