જીવાત નીકળવાનો સિલસિલો યથાવત્
વિશાલ ઈન્ટરનેશનલ હોટેલનો બનાવ
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
- Advertisement -
બહારનું ચટપટુ ખાવાના શોખીનો ચેતજો. બહારના ખોરાકમાંથી જીવાત અને અન્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે. હવે જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાંથી મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોવાની જાણકારી મળી છે.
જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હતી, ત્યારબાદ ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી પણ હોટલના રસોડામાં કોઈ વાંધાજનક મળી આવ્યું નહતું. ઉલ્લેખનીય છે કે જામનગરની હોટેલો અને ફૂડ પેકેટમાંથી અખાદ્ય ખોરાક તેમજ જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. થોડા દિવસ પહેલા જ છાશવાળા પાર્લરના આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી હતી. તેમજ ગ્રાહકે ખરીદેલા આઈસક્રીમમાંથી જીવાત નીકળતા લોકો ચોંકી ગયા હતા. જેમાં જીવાત નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફૂડ વિભાગે પાર્લર સંચાલકને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.