જોકોવિચનો ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલ નંબર 50
‘મેં આ કોર્ટ પર મારી કારકિર્દીની સૌથી મોટી મેચ રમી છે’: નોવાક જોકોવિચ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન ક્વાર્ટર ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવીને રેકોર્ડ 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા તરફ આગળ વધી રહ્યો છે. સાડત્રીસ વર્ષીય જોકોવિચે ડાબા પગમાં દુખાવા પર કાબુ મેળવતાં વિશ્વ રેન્કિંગમાં ત્રીજા ક્રમે રહેલાં તેનાં કરતાં 16 વર્ષ નાનાં, કાર્લોસ કેવિઝને, 4-6, 6-4, 6-3, 6-4થી હરાવ્યો હતો. સ્પેનના 21 વર્ષીય અલ્કારાઝે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 નોવાક સામે પહેલો સેટ 6-4 થી જીતીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે, આ પછી જોકોવિચે તેનાં અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને આગામી ત્રણ સેટમાં પોતાનું કૌશલ્ય ફબતાવ્યું હતું.જોકોવિચ તેની 50મી ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલ મેચમાં એલેક્ઝાન્ડર ઝવેરેવનો સામનો કરશે. ઝવેરેવે અમેરિકાનાં ટોમી પોલને 7-6, 7-6, 2-6, 6-1થી હરાવ્યો હતો. સાબાલેન્કા તેની ફ્રેન્ડ વોડોસાનો સામનો કરશેવિશ્વની નંબર વન ખેલાડી અરિના સબાલેન્કાએ પ્રથમ સેટ ગુમાવ્યાં બાદ શાનદાર પુનરાગમન કર્યું અને વિમિસ સિંગલ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. સેવલેન્કાએ ક્વાર્ટર ફાઇનલમાં એનાસ્તાસિયા પાવલ્યુચેન્કોવાને 2-6, 6-2, 6-3 થી હરાવી હતી. સેમિફાઇનલમાં તેણીનો સામનો તેની સારી મિત્ર અને 11મી ક્રમાંકિત પાઉલા વાડોસા સામે થશે. અમેરિકાની કોકો ગોફ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના વડોસા સામે 5-7, 4-6થી હારીને બહાર થઈ ગઈ હતી. વડોસા 27 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ રમશે.