સરકારી વિજ્ઞાપનોની આડમાં રાજનીતિક જાહેરાતોનો એલજીનો આરોપ: રકમ જમા નહીં કરાય તો ‘આપ’ સામે કાનૂની કાર્યવાહી, મિલકત જપ્તીની ચિમકી
આમ આદમી પાર્ટીને કથિત રીતે સરકારી વિજ્ઞાપનોની આડમાં તેમના રાજનીતિક વિજ્ઞાપનો પ્રકાશિત કરવા માટે દિલ્હીના ઉપરાજયપાલ વી.કે.સકસેનાએ 163.62 કરોડ રૂપિયાની વસુલીની નોટિસ ફટકારી છે. અગાઉ આ મામલે ‘આપ’ પાસેથી 97 કરોડ રૂપિયાની વસુલીનો નિર્દેશ આપ્યો હતો તેમાં હવે આ રકમ પર 64.31 કરોડ રૂપિયા વ્યાજ પણ લગાડવામાં આવ્યું છે.
- Advertisement -
એટલું જ નહીં. 10 દિવસમાં રકમ જમા નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી સામે કાનૂની કાર્યવાહી કરી તેની મિલ્કત પણ જપ્ત કરવાની ચેતવણી અપાઈ છે.
Delhi | The Directorate of Information and Publicity (DIP) issued a recovery notice of Rs 164 crores to the National convenor of the Aam Aadmi Party, Arvind Kejriwal. The amount needs to be paid within 10 days: Sources
— ANI (@ANI) January 12, 2023
- Advertisement -
આમ આદમી પાર્ટીને જે નોટિસ ફટકારવામાં આવી છે તેમાં વર્ષ 2016-17માં રાજકોષમાંથી પૈસાનો ઉપયોગ સરકારી વિજ્ઞાપનોના નામ પર રાજનીતિક વિજ્ઞાપન છપાવવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ વિજ્ઞાપનો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરે છે.
દિલ્હી સરકારના માહિતી અને પ્રસારણ નિર્દેશાલયે જણાવ્યું છે કે જો નિશ્ર્ચિત સમય મર્યાદામાં પૈસા જમા નહીં કરવામાં આવે તો જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના દીન દયાલ ઉપાધ્યાય પર આવેલ મુખ્યાલયને સીલ કરવામાં આવશે. જો કે આ મામલે આમ આદમી પાર્ટીની કોઈ પ્રતિક્રિયા નથી આવી.
જો કે આ પહેલા આમ આદમી પાર્ટીએ ઉપરાજયપાલ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપના કહેવાથી ઉપરાજયપાલ આ વસુલીની નોટિસ મોકલે છે. તેમની પાસે આવી કોઈ સતા નથી.