જાપાનના પૂર્વ PM શિન્ઝો આબે પર ચૂંટણીના ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જે અંગે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ પ્રતિક્રિયા આપી હતી.
આબે પર થયેલા હુમલા પર જાપાનના PM ફ્યુમિયો કિશિદાએ આપી પ્રતિક્રિયા
- Advertisement -
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ચૂંટણી ભાષણ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરે શિન્ઝો આબેને ગોળી મારી દીધી હતી.જેની વચ્ચે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ શિન્ઝો આબે પર થયેલા હુમલા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો બર્બર અને દુર્ભાવનાપૂર્ણ છે. અને તેને સહન કરી શકાય નહીં. કારણ કે તે જાપાનની લોકશાહી પર હુમલો છે. જેનો મહત્વનો પાયો ચૂંટણી છે.
ફ્યુમિયો કિશિદાએ શિન્ઝો આબે પરના હુમલાની સખત નિંદા કરી
આ દરમિયાન ફ્યુમિયો કિશિદા ખૂબ જ ભાવુક દેખાતા હતા. તેમણે કહ્યું કે શિન્ઝો આબેને બચાવવા માટે ડોક્ટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. અમે અમારાથી બનતું બધું કરીશું… આ સમયે, ડૉક્ટર શિન્ઝો અબેને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આશા છે કે શિન્ઝો આબે જલ્દી સ્વસ્થ થઈ જાય. તમને જણાવી દઈએ કે પોલીસે 41 વર્ષના એક શંકાસ્પદની અટકાયત કરી છે. જેનું નામ યામાગામી તેત્સુયા જણાવવામાં આવી રહ્યું છે, જેની પાસેથી એક બંદૂક મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બે ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
- Advertisement -
यह बर्बर और दुर्भावनापूर्ण है और इसे बर्दाश्त नहीं किया जा सकता। हम वो सब कुछ करेंगे जो हम कर सकते हैं… इस समय, डॉक्टर शिंजो आबे को बचाने के लिए हर संभव कोशिश कर रहे हैं: जापान के प्रधानमंत्री फुमियो किशिदा
(रॉयटर्स) pic.twitter.com/eo2HQdiaS4
— ANI_HindiNews (@AHindinews) July 8, 2022