ભારતીય ક્રિકેટર શિખર ધવન અને આયશાની વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યાં છે અને હાલમાં તેમનાં 9 વર્ષીય બાળકની કસ્ટડીને લઈને કેસ ચાલી રહ્યો છે જેમાં કોર્ટે ધવનની તરફેણમાં નવો આદેશ આપ્યો છે.
શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર છે. ટીમ ઈન્ડિયાનાં અનુભવી ઓપનર શિખર ધવન અને આયશાનાં છૂટાછેડા થઈ ચૂક્યાં છે. હાલમાં બંને પોતાના 9 વર્ષીય બાળકની કસ્ટડીને લઈને કોર્ટનાં ચક્કર કાપી રહ્યાં છે. કોર્ટે આદેશ આપ્યો છે કે 28 જૂન સુધીમાં બાળકને દિલ્હીમાં ધવનનાં પરિવારને સોંપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવન 3 વર્ષ બાદ પોતાના બાળકને મળી શકશે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
બાળક પર એકલી માંનો અધિકાર નથી હોતો- કોર્ટ
પટિયાલા હાઉસ કોર્ટે બંનેનાં કેસને લઈને કહ્યું કે તેઓ પોતાના 9 વર્ષનાં બાળકને પરિવાર સાથે મુલાકાત કરાવવા ભારત લઈને આવે. કોર્ટે કહ્યું કે ઓગસ્ટ 2020 પછીથી શિખર ધવનનો પરિવાર બાળકને મળી નથી શક્યો. બાળક પર એકલી માંનો અધિકાર નથી હોતો. જો શિખર ધવન એક સારા પિતા સાબિત થયાં છે તો માતા બાળકને પરિવાર સાથે મળવા કેમ નથી દેતી? શિખર ધવન પરમેનેન્ટ કસ્ટડી નથી માંગી રહ્યાં, તે માત્ર પોતાના બાળકને મળવા ઈચ્છે છે.’