બાળકોને સોશ્યલ મિડિયા પર મોજુદ હાનિકારક સામગ્રીથી બચાવવા નિર્ણય: નોર્વે સરકાર
સોશ્યલ મિડિયાએ યુવાનો તો ઠીક બાળકોને પણ ઘેલુ લગાડયુ છે. બાળકો આઉટડોર રમતો અને રમકડાને કોરાણે મુકી મોબાઈલ ફોનમાં સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. આ સોશ્યલ મીડીયાથી બાળકોના કુમળા માનસ પર ગંભીર અસર થતી હોય છે અને જેને રોકવા નોર્વેએ નિયમ બનાવ્યો છે કે 15 વર્ષથી ઓછી વયના બાળકો સોશ્યલ મિડિયાનો ઉપયોગ નહીં કરી શકે.
- Advertisement -
સરકારે બાળકોની સુરક્ષા માટે સોશ્યલ મિડિયા માટે ન્યુનતમ વય સીમા 15 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ વય સીમા 13 વર્ષની હતી. નોર્વેની સરકારે જણાવ્યું હતું કે બાળકોને સોશ્યલ મિડિયા પર મોજુદ હાનીકારક સામગ્રીથી બચાવવામાં આવે.વડાપ્રધાન જોનાસ ગહરે પણ આજ વાત કરી છે.
11 વર્ષનાં 72 ટકા બાળકો સોશ્યલ મિડીયા પર:
નોર્વેમાં અગાઉથી જ 13 વર્ષની વય સીમા લાગુ છે. જયારે સંશોધન બતાવે છે કે 9 વર્ષનાં અડધાથી વધુ 10 વર્ષનાં 58 ટકા અને 11 વર્ષનાં 72 ટકાથી વધુ બાળકો સોશ્યલ મીડિયામાં સામેલ છે.
ભારતમાં શું સ્થિતિ છે:
ભારતમાં બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે કાનુન નથી. હાલમાં જ જાહેર ડીઝીટલ વ્યકિતગત ડેટા સંસ્થાનાં અધિનિયમ 2023 માં બાળકોને સંબંધીત ડેટા ગોપનીયતા મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ફરજીયાત કરવામાં આવ્યુ છે કે બાળકોના માતા-પિતા કે કાનુની વાલીની સહમતી પ્રાપ્ત કરવી જોઈએ.
- Advertisement -
ઈન્ડોનેશીયાએ આઈફોન-16 પર પ્રતિબંધ લાદયો: કારણ અજબગજબ
ઈન્ડોનેશીયાએ એપલ કંપનીનાં નવા આઈફોન 16ને દેશમાં વેચવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. ઈન્ડોનેશીયાના ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું. જો કોઈ ઈન્ડોનેશીયામાં આઈફોન-16 નો ઉપયોગ કરે છે તો તે ખોટુ કામ કરી રહ્યો હશે.ખરેખર તો ઈન્ડોનેશીયાની સરકારે આવો નિર્ણય કેમ લેવો પડયો. ઈન્ડોનેશીયાના ઉદ્યોગમંત્રી કાર્તસાસમિતાએ જણાવ્યું હતું કે એપલે ઈન્ડોનેશીયામાં જેટલા પૈસા લગાવવાનો વાયદો કર્યો હતો તે પુરો નથી કર્યો.એપલે ઈન્ડોનેશીયામાં 1.71 ટ્રીલીયન રૂપિયાનાં બદલે 1.48 ટ્રીલીયન રૂપિયાના બદલે 1.48 ટ્રીલીયન રૂપિયાનું જ રોકાણ કર્યું છે.