આ પરીક્ષણો યુનોની સલામતી સમિતિના ઠરાવો વિરૂદ્ધના છે
ઉ.કોરિયાએ પહેલા પણ પરીક્ષણો કર્યા છે, પાડોશી દેશો માટે ભયાવહ બન્યું છે: અમેરિકા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે (સોમવારે) ઉત્તર કોરિયાએ જે બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું તે ઈન્ટર કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ) પ્રકારનું હતું, અને તેની રેન્જ 15,000 કીલોમીટરથી પણ વધુ છે. તે અમેરિકાનાં કોઈ પણ સ્થળે ત્રાટકી શકે તેમ છે. તેમ જાપાને સ્પષ્ટ જણાવ્યું હતું. જાપાનનાં સંરક્ષણ મંત્રાલયના ’વાઈસ મિનિસ્ટર’ શિગો મિયાકે વધુમાં કહ્યું હતું કે તે 73 મિનિટ સુધી ઉડયું હતું. ઉત્તર કોરિયાનાં આ પગલાંને અમેરિકાએ સખત વખોડી કાઢતાં કહ્યું હતું કે હવે ઉ.કોરિયા પાડોશી દેશો માટે ભયાવહ બની રહ્યું છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, આ પૂર્વે પણ ઉત્તર કોરિયાએ આઈસીબીએમના પ્રયોગો કર્યા હતા. જે વાસ્તવમાં યુનોની સલામતી સમિતિએ પસાર કરેલા ઠરાવોની વિરૂૂદ્ધનું પગલું છે. ઉત્તર કોરિયાનાં આ પ્રકારનાં કૃત્યો અંગે નિરીક્ષકો કહે છે કે ઉત્તર કોરિયા અને તેના પાલક સામ્યવાદી ચીન યુનોએ મુકેલા પ્રતિબંધો કે અન્ય દેશોએ કરેલા વિરોધો ઘોળીને ’પી’ ગયા છે. દક્ષિણ ચીન સમુદ્રનાં આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારોને પોતાના જ જણાવે છે અને ફીલીપાઈન્સ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, બુજી, મલેશિયા જેવા દેશોને દબડાવતું જ રહે છે. આ તેની આદત છે. તેમાં ઉ.કોરિયા તેને સાથ આપે છે. વળી ઉ.કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉને તો ’શાહીવાદી – અમેરિકાનો ખાત્મો કરવાના જાણે કે શપથ લીધા છે.’ પશ્ર્ચિમે આરબ-ઇઝરાયલ યુદ્ધ માઝા મુકી રહ્યું છે ત્યાં પૂર્વે ઉત્તર કોરિયાનું ઈંઈઇખનું ભૂત ધૂણી ઊઠયું છે.