-અમેરિકા અને તેના સહયોગી દેશો ઉશ્કેરતા હોવાથી મિસાઈલ પરીક્ષણ કર્યું: ઉ.કોરિયા
ઉતર કોરિયાએ ફરી એકવાર પૂર્વી જલ ક્ષેત્રમાં બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કર્યું હોવાનો દાવો દક્ષિણ કોરિયાએ કર્યા છે. આ પહેલા 18 નવેમ્બરે ઉતર કોરિયાએ આંતર મહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલ (આઈસીબીએમ)નું પરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
બેલેસ્ટીક મિસાઈલ પરીક્ષણને અમેરિકા અને જાપાને ક્ષેત્રીય સુરક્ષા માટે ખતરો બતાવ્યો છે અને ઉતર કોરિયાના ગેરકાનુની શસ્ત્ર વિકાસ કાર્યકાળ અને બેલેસ્ટીક મિસાઈલ પરીક્ષણને રોકવા પર જોર આપ્યું છે. જયારે ઉતર કોરિયાનું કહેવું છે કે તે અમેરિકા અને તેના સહયોગી દેશોની ઉશ્કેરણીની કાર્યવાહીના જવાબમાં મિસાઈલ પરીક્ષણ કરી રહ્યા છે.
કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, ઉતર કોરિયા અમેરિકી પ્રતિબંધોની રાહત મેળવવા પરમાણુ હથિયારોના પરિક્ષણ કરી રહ્યું છે. જો કે હજુ સુધી ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતાની સ્પષ્ટ સ્થિતિનો પતો નથી મળ્યો.
ઉત્તર કોરિયા પાસે પહેલાથી જ પરમાણુ-સંચાલીત મિસાઈલો છે જે પૂરા અમેરિકા પર હુમલો કરી શકે છે. જો કે કેટલાકનું એવું પણ કહેવું છે કે ઉતર કોરિયા હજુ પણ આવા હથિયારો મેળવવામાં દૂર છે.
- Advertisement -