નોર્થ કોરિયાએ પરીક્ષણ હેતુ જાપાન પર મિસાઈલ ફેંકી દીધી, જેની જાપાનના PM ફૂમિયો કિશિદાએ નિંદા કરી છે. જાણો વિગતવાર
નોર્થ કોરિયાએ પોતાના હથીયારોના પરીક્ષણની સીરીઝમાં એક મિસાઈલ જાપાન પર ફેંકી દીધી. નોર્થ કોરિયાએ પ્રશાંત મહાસાગરમાં જાપાન પર મિસાઈલ ફેંકી. કીમ જોંગ ઉનની આ હરકતથી જાપાનમાં હડકંપ મચી ગઈ. જાપાની પ્રધાનમંત્રી ફૂમિયો કિશીદાએ નોર્થ કોરિયાનાં મિસાઈલ ટેસ્ટીંગની નિંદા કરી છે. જાપાનમાં અમુક વિસ્તારોમાં ટ્રેનોને પણ અટકાવવામાં આવી છે.
- Advertisement -
રીપોર્ટસ અનુસાર, નોર્થ કોરિયાએ 10 દિવસમાં આ પાંચમી બેલિસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. એવી અટકળો લગાવાઈ રહી છે કે સરમુખત્યાર કિમ જોંગ ઉન પાંચ વર્ષમાં તેમના પ્રથમ પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યા છે.
Instructions by the Prime Minister in Response to the Missile Launch by North Korea (07:31)
The launch of a ballistic missile in a manner that passes through the airspace over Japan is an act that can potentially seriously impact the lives and property of the Japanese people.
- Advertisement -
— PM's Office of Japan (@JPN_PMO) October 4, 2022
ઉત્તર જાપાનમાં લોકોને સુરક્ષિત ઠેકાણા પર જવા માટે કહેવામાં આવ્યું
નોર્થ કોરિયાની મિસાઈલ વિષે જાપાની તટરક્ષક બળ અને દક્ષીણ કોરિયાનાં જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જાણકારી મેળવી. ત્યાર બાદ ઉત્તર જાપાનનાં નીવાસીઓને સલાહ આપવમાં આવી છે કે તેઓ સુરક્ષિત ઠેકાણાઓ પર શરણ લઇ લે. ઉત્તર – પૂર્વી હોક્કાઇડો અને આઓમોરી ક્ષેત્રોમાં ટ્રેન સેવાઓને અસ્થાયી રૂપથી અટકાવી દેવામાં આવી છે.
શું કહ્યું જાપાનના પ્રધાનમંત્રીએ?
આ પહેલા 2017માં ઉત્તર કોરિયાએ જાપાન ઉપર મિસાઈલ છોડી હતી. જાપાનના વડા પ્રધાન ફૂમિયો કિશિદાએ ઉત્તર કોરિયાના પગલાંને ‘ક્રૂર’ ગણાવ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે આકરી પ્રતિક્રિયાની ચેતવણી આપી છે. ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણ બાદ જાપાન અને દક્ષિણ કોરિયાએ પોતપોતાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે.
3. Take all possible measures for precaution, including readiness for contingencies.
— PM's Office of Japan (@JPN_PMO) October 3, 2022
22 મિનીટ હવામાં રહી મિસાઈલ
જાપાનના સાર્વજનિક પ્રસારક એનએચકેએ કહ્યું કે મિસાઈલે લગભગ 4000 કિલોમીટર સુધી ઉડાન ભરી અને 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી ગઈ, જે લગભગ 22 મિનીટ હવામાં રહ્યા બાદ મહાસાગરમાં જઈ પડી. આ ચીની સીમા પાસેથી ઉત્તરથી લોન્ચ કરવમાં આવી હતી.