મહિલાઓ માટે 18 હેરસ્ટાઇલની જ મંજૂરી
ઉત્તર કોરિયામાં વિચિત્ર કાયદા અમલમાં છે. ફેશનની દુનિયામાં પણ કડક સૂચનાઓ છે. કોસ્મેટિક પ્રોડકટ્સ અને ફેશન માટે સજા અને દંડની પણ જોગવાઈ છે. અહીં સરમુખત્યાર કિમ જોંગઉન એ મહિલાઓ અને છોકરીઓને લાલ લિપસ્ટિક લગાવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
- Advertisement -
વાસ્તવમાં, સરમુખત્યાર કિમ જોંગઉન ’લાલ રંગ’ને સામ્યવાદ અને મૂડીવાદનું પ્રતીક માને છે અને તેથી ફેશનમાં લાલ રંગના ઉપયોગને લઈને કડક કાયદો બનાવ્યો છે. તદ્પરાંત વાળને રંગવા પર પણ પ્રતિબંધ છે. દેશમાં પશ્ચિમી કોસ્મેટિક ઉત્પાદનોના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. દેશના રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ હોય છે. આ અંતર્ગત ફેશન પોલીસ દેશના લોકોના કપડાં, મેક-અપ અને હેરસ્ટાઈલ પર પણ નજર રાખે છે. વાળ ખુલ્લા રાખવા પણ અહીં અપરાધની શ્રેણીમાં આવે છે.
દેશમાં પુરૂષો માટે 10 અને મહિલાઓ માટે 18 હેરસ્ટાઇલને માન્યતા આપવામાં આવી છે. ત્યાંના નાગરિકોને પણ કિમ જોંગઉનની જેમ વાળ કાપવા અને સ્ટાઈલ કરવાની મનાઈ છે. આ સિવાય જીન્સ, બોડી પિઅરિંગ અને કેટલીક હેરસ્ટાઈલ પર પણ કડક પ્રતિબંધ છે.