ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
પો. કમિ. રાજુ ભાર્ગવ તથા મહે.અધિક પો. કમિ. વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિ. ટ્રાફીક પૂજા યાદવ, મદદનીશ પોલીસ કમિ. મહિલા સેલ આર. એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આઇ. એન. સાવલિયા સાથે ઉત્તર વિભાગ સીટીમ પૂજાબેન તથા ઉર્મિલાબેન દ્વારા માલિયાસણ ગામ પાસેના સ્લમ વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું, આ ઉપરાંત મહિલાઓ તેમજ બાળકોને જાતીય સતામણી તેમજ પોસ્કોના ગુના વિશે માહિતગાર કરવામાં આવેલ હતા. સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની આખો દિવસ મજૂરી કામ કરવા જતા હોય બાળકો એકલા રહેતા હોય જેથી તેઓને સાવચેત રહેવા બાબતની સૂચનાઓ આપવામાં આવેલી કે જે બાળકો સ્કૂલે જતા ના હોય તેવા બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓને સૂચના આપેલ તેમજ બાળકોને ગુડ ટચ-બેડ ટચની પણ માહિતી આપવામાં આવી હતી.