માતાના નવલા નોરતા વિશેષ આરતી પૂજનનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં માતાજીની શક્તિ આરાધના અને ભક્તિ એટલે આસો નવરાત્રીના દિવસોમાં માઈ ભક્તો દ્વારા નવલા નોરતાની અનેરી ઉજવણી કરવામાં આવશે.જૂનાગઢનાં ભવનાથ તળેટી રોડ પર આવેલા વાઘેશ્ર્વરી માતાજીના મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે આગામી તા. 26 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી ઉજવણી કરવામાં આવશે. વાઘેશ્ર્વરી માતાજી મંદિરે રોજ સવારે 5 વાગ્યે થી રાત્રીના 10 વાગ્યે સુધી મંદિર ખુલ્લું રહેશે. જેમાં મંગળા આરતી સવારે 6:15 કલાકે શૃંગાર આરતી સવારે 8:15 કલાકે તેમજ શયન આરતી સાંજે 7:15 કલાકે કરવામાં આવશે.જયારે બપોરે 1 થી 3:30 વાગ્યેના સમય દરમિયાન મંદિરમાં દર્શન બંધ રહેશે અને આઠમનો યજ્ઞ તા. 3 ઓક્ટોબરનાં સોમવારનાં રોજ યોજાશે અને સાંજે 5:30 વાગ્યે બીડુ હોમવામાં આવશે.તેમજ ઉપલા વાઘેશ્ર્વરી મંદિર પણ સવારે 5 વાગ્યેથી રાત્રીના 9 વગ્યા સુધી ખુલ્લું રહેશે.તેની મંગળા આરતી સવારે 6:45 કલાકે, શૃંગાર આરતી સવારે 8:45 કલાકે અને શયન આરતી સાંજે 6:45 કલાકે કરવામાં આવશે.તેમ દરેક ધર્મપ્રેમી લોકોએ આસો નવરાત્રીમાં માતાજીનાં દર્શન અને આરતીનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.