ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે 9:30 થી 12:30 સુધી એન.સી.ડી. (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસ ની ઉજવણી કરવામા આવશે જેમા હાઇપરટેંશન, ડાયાબીટીસ વગેરે રોગોનુ નિદાન તેમજ સારવાર વિનામુલ્યે કરી આપવામા આવશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામા આવે છે.
હાલના સમયમા બિનચેપી રોગો જેમ કે હાઇપરટેંશન, ડાયાબીટીસ વગેરે નુ પ્રમાણ વધ્યુ હોઇ 30 વર્ષથી વધુ ઉમરના દરેક વ્યક્તિઓએ વર્ષમા એકવાર નોન કોમ્યુનિકેબલ ડીસીઝ માટે તપાસ અવશ્ય કરાવવી જોઇએ જે માટે આપની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
ક્રમ આરોગ્ય કેન્દ્રનુ નામ સરનામુ
1 અર્બન પ્રા.આ.કે. ગોકુલનગર ગોકુલનગર, શનાળા બાયપાસ પાસે
2 અર્બન પ્રા.આ. વીસીપરા ફુલછાબ કોલોની, વીસીપરા
3 અર્બન પ્રા.આ.કે. લીલાપર રોડ પરષોતમ ચોક, રવાપર રોડ
4 અર્બન પ્રા.આ.કે. સો ઓરડી જીલ્લા પંચાયત સામે, સો ઓરડી
5 અર્બન પ્રા.આ.કે. વાવડી રોડ આશાપુરા પાર્ક, વાવડી રોડ
6 આયુષ્માન આરોગ્ય મંદિર આવસ યોજના દલવાડી સર્કલ પાસે
7 આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા, વીસીપરા
8 આયુષ્માન આરોગ્ય મંદિર બોરીયાપાટી, કેનાલ રોડ
9 આયુષ્માન આરોગ્ય મંદિર ગૌશાળા સામે, લીલાપર રોડ
10 આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર, મોરબી-2
11 આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી, મોરબી-2
12 આયુષ્માન આરોગ્ય મંદિર રાજનગર, પંચાસર રોડ
13 આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર, વાવડી રોડ