માસ્ક, સેનેટાઈઝીંગ સહિતની સાવચેતી રખાશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અને સોશ્યલ ડીસ્ટસન જળવાઈ એ માટે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકોને પાસ લેવા ફરજિયાત હતા પરંતુ આજથી આ પ્રથા બંધ કરવામાં આવી છે.
એક વર્ષ અને બે મહિના જેટલો સમયથી પાસ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી પણ હવે દેશ- વિદેશમાંથી આવતા યાત્રિકોને હવે કાઉન્ટરમા ઉભા રહી અને પાસ લેવો પડતો હતો જે હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજ થી સોમનાથ મહાદેવના દર્શન માટે દર્શનાર્થીઓને હવે પાસ નહીં લેવો પડે અને સીધા જ લાઇનમા ઉભા રહી દર્શન કરી શકશે. વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે 20 જુલાઈ 2020 શ્રાાવણ માસથી દર્શનાર્થીઓને દર્શન પાસ લઇને પ્રવેશ અપાતો હતો. જે હવે કોરોના કાળ હળવો કે મુક્ત થતાં આ દર્શન પાસ પ્રથા આજથી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.